રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આગામી તા.૭ને શનિવારથી તા.૧૩ નવેમ્બરને શુક્રવાર સુધી કુલ સાત દિવસ સુધી દિવાળીના તહેવારો નિમિત્તેની રજા જાહેર કરવામાં આવી છે.
વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડ કમિશન એજન્ટસ એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી મિટિંગમાં દિવાળીની રજા રાખવા માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે તા.૭થી તા.૧૩ નવેમ્બર સુધી રજા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તા.૧૪ને લાભ પાંચમથી રાબેતા મુજબ મુહૂર્તના સોદા થશે. દરમિયાન મિટિંગમાં લેવાયેલા નિર્ણયના અનુસંધાને ચેરમેન જયેશભાઇ બોઘરા અને સેક્રેટરી બી.આર.તેજાણીને પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે જે ગ્રાહ્ય રાખવામાં આવતા હવે ટૂંક સમયમાં સત્તાવાર પરિપત્ર પ્રસિધ્ધ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ માર્કેટ યાર્ડમાં રજાઓ જાહેર થયા બાદ સૌરાષ્ટ્રના અન્ય માર્કેટ યાર્ડ પણ તે અનુસાર રજાઓ જાહેર કરતા હોય છે, ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ૩૦ માર્કેટ યાર્ડમાં હવે ટૂંક સમયમાં રજાઓની તારીખ જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application