BREAKING NEWS

જામનગર​​​​​​​ : ગ્રીનસીટી અને ખંઢેરામાં પાના ટીંચતા મહિલાઓ સહિત ૧૨ની અટકાયત

  • November 02, 2026 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​ : ગ્રીનસીટી અને ખંઢેરામાં પાના ટીંચતા મહિલાઓ સહિત ૧૨ની અટકાયત


જામનગર સીટી-એ પીઆઇ ડોડીયાની સુચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના કિશોરભાઇ ગાગીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા અને દિવ્યરાજસિંહ જાડેજાને સંયુકત બાતમી મળેલ કે રણજીતસાગર રોડ, ગ્રીનસીટી વિસ્તારમાં તિનપતીનો જુગાર રમાય છે આથી રેઇડ પાડીને જુગાર રમતા ગ્રીનસીટીના વેપારી બિમલ રમેશચંદ્ર સોલંકી, મધુવન ટેનામેન્ટ ઇન્દીરા સોસાયટીમાં રહેતા દિપેશ બચુ સોલંકી, મુરલીધર સોસાયટીના સવિતાબેન માલદે નંદાણીયા, મધુવન સોસાયટીના કુસુમબેન ઉર્ફે ખુશી રાજેશ બોરીચા, પાંચ બંગલા ખાતે મંગલબાગ ખાતે રહેતા મીનાબા નરેન્દ્રસિંહ સોઢા, ગોમતીપુરના સોફીયાદે વૈશાલીદે રાઠોડ, મચ્છરનગરના આનંદબા  રાજેન્દ્રસિંહ ઝાલાની અટક કરી રોકડા ૬૧ હજાર અને ગંજીપતા કબ્જે કર્યા હતા.

બીજા દરોડામાં કાલાવડના ખંઢેરા સીમમાં તિનપતીનો જુગાર રમતા ખંઢેરાના પ્રવિણસિંહ પ્રતાપસિંહ જાડેજા, સલીમ ઇસ્માઇલ ખીરા, હેલીપેડ સોસાયટીના ભાવેશ દેવશી રાઠોડ, ગોલાણીયા ગામના લાલજી ટપુ કપુરીયા અને દિનેશગીરી રતીગીરી ગોસ્વામીની અટક કરી રોકડા ૩૧૫૦૦, ૫ મોબાઇલ, ૪ મોટરસાયકલ મળી ૨.૧૬.૫૦૦નો મુદામાલ ગ્રામ્ય પોલીસે કબ્જે કર્યો હતો.

ત્રીજા દરોડામાં જામનગરના ગોકુલદર્શન શેરી નં. ૩ના ખુણા પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગોકુલદર્શનમાં રહેતા મનસુખ મોહન નંદા, શાંતીનગરના સુભાષ છગન ગુઢકા, સુભાષપરાના જગદીશ નરશી ચાંદ્રાને રોકડા ૧૦૦૫૦ સાથે દબોચી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application