જામનગરના વેપારી દુકાનેથી જમવા જવાનું કહી નીકળ્યા બાદ લાપતા
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા ૩૧ વર્ષીય વેપારી દુકાનેથી ઘરે જમવા જવાનું કહી મોટરસાઇકલ લઇને નીકળ્યા બાદ લાપતા બનતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઇ છે.
જામનગરના દી-પ્લોટ વિસ્તારમાં ગરબી ચોક પાસે રહેતા સુરેશભાઇ ચોઇતરામ દુલાણી દ્વારા સીટી-એ ડીવીઝનમાં એવી જાણ કરવામાં આવી હતી કે, દિ.પ્લોટ-૨૪, ગરબી ચોક ખાતે રહેતા ૩૧ વર્ષીય દીપકભાઇ મનહરભાઇ દુલાણી જેઓ વેપાર કરે છે. તેઓ તા. ૩૧ ઓક્ટોબરના રોજ પોતાની દુકાનેથી ઘરે જમવા જવાનું કહી મોટરસાઇકલ લઇને નીકળ્યા હતા. જોકે, તેઓ ઘરે પહોંચ્યા નહોતા તેમજ દુકાને પણ પરત ફર્યા નહોતા.
પરિવારજનો અને પરિચિતોમાં તપાસ કરવા છતાં તેમનો કોઇ પત્તો મળ્યો નહોતો. કોઇને જાણ કર્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હોવાનું જણાતાં દિપકભાઇ ગુમ થવા અંગે સીટી એ ડિવિઝન પોલીસનો સંપર્ક કરી ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે ગુમ નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.