BREAKING NEWS

રાજકોટને CM ભુપેન્દ્રભાઈ દ્વારા દિવાળી ભેટ: આજી ડેમમાં નર્મદાનીરનું આગમન

  • November 02, 2026 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની જીવાદોરી એવા આજી-૧ ડેમમાં ગત તા.૨૬ સપ્ટેમ્બરથી સૌની યોજનાનું નર્મદાનીર બંધ થયું હતું જે ૩૭ દિવસ સુધી બંધ રહ્યા બાદ આજે બપોરે ૧૨:૩૦ કલાકથી ફરી સૌની યોજનાનું નર્મદાનીર આજી ડેમમાં આવી પહોંચ્યું છે. રાજકોટના પાણી પ્રશ્ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મેયર ડો.નેહલ શુક્લએ કરેલી રજૂઆત સફળ રહેતા હવે પાણીકાપ આવશે નહીં.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં કુલ ૪૦૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા માંગણી કરી હતી જેમાં આજી ડેમમાં ૧૯૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૨૧૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવામાં આવશે. બે દિવસમાં ન્યારી-૧ ડેમ ખાતે પણ નર્મદાનીર ઠાલવવાનું શરૂ થઈ જશે.આજી ડેમમાં દરરોજ ૧૮થી ૨૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવામાં આવશે જેથી ૩૫ દિવસમાં ડેમ પૂર્ણ સપાટી સુધી ભરાઈ જશે. ત્યારબાદ થોડા દિવસોમાં ન્યારી-૧ ડેમ પણ નર્મદાનીરથી ભરી દેવામાં આવશે.

વિશેષમાં મેયર ડો.નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે દિવાળી ઉપર રાજકોટ શહેરની પાણીની ચિંતા હળવી કરી દીધી છે જેથી રાજકોટવાસીઓ નિશ્ચિંત રહે. અલબત્ત પાણીનો બગાડ અટકાવવા અને કરકસર પૂર્વક ઉપયોગ કરવા તેમણે શહેરીજનોને અપીલ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application