જામનગરમાં હવે આડેધડ રસ્તા ખોદી શકાશે નહીં
જામનગરમાં હવે આડધેડ રસ્તા ખોદી શકાશે નહીં. કારણ કે, ગાંધીનગરથી મળતા અહેવાલ અનુસાર રાજય સરકરે નવુું મેન્યુઅલ બહાર પાડી માર્ગ અને જંકશન ડીઝાઇન તથા સિગ્નલ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આટલું જ નહીં ત્રણ વર્ષનું ઓડીટ પણ ફરજીયાત કરાયું છે. તદઉપરાંત નવા રસ્તાની ખામીની જવાબદારીનો સમયગાળો પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય એજન્સીઓને રસ્તો ખોદવાની પરવાનગી આપી શકાશે નહીં. રાજય સરકારના નવા મેન્યુઅલના કારણે જામનગરમાં નવા બનેલા માર્ગો કે જે અન્ય એજન્સીઓ દ્વારા કામગીરી માટે ખોદી નાખવામાં આવતા હતાં તેના પર નિયંત્રણ આવશે. આટલું જ નહીં આ મેન્યુઅલથી માર્ગ ખોદકામ પૂર્વ સંબધિત વિભાગની મંજૂરી લેવી પડશે. તદઉપરાંત માર્ગના ખોદકામ પૂર્વ જુદા-જુદા વિભાગોએ સંકલન પણ કરવાનું રહેશે.
રાજ્યનાં મોટાં શહેરોમાં નવા બનેલા રસ્તાઓ ોડા જ સમયમાં ટેલિકોમ કંપનીઓ, પાણી પુરવઠા અને અન્ય યુટિલિટી એજન્સીઓ દ્વારા ખોદી નાખવામાં આવે છે. પરિણામે નાગરિકોને ટ્રાફિક, ધૂળ અને ખાડાઓની સમસ્યાનો સામનો કરવો પડે છે, જ્યારે સરકારી નાણાંી બનેલા રસ્તાઓ પણ લાંબો સમય ટકી શકતા ની. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે નવા યુનિફાઇડ સ્ટ્રીટ એન્જિનિયરિંગ મેન્યુઅલમાં મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી છે. હવે રસ્તા બનાવતા પહેલાં વિવિધ વિભાગો અને યુટિલિટી એજન્સીઓ વચ્ચે સંકલન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
મેન્યુઅલની કલમ ૨.૧ હેઠળ શહેરી વિસ્તારોમાં માર્ગ બાંધકામ, રસ્તા અને જંક્શન ડિઝાઇન તા સિગ્નલ માટેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ મુજબ ભૂગર્ભ યુટિલિટીઝનું અગાઉનાં ત્રણ વર્ષનું ઓડિટ કર્યા વિના કોઈપણ માર્ગ બાંધકામ, પહોળો કરવા અવા રીસર્ફેસિંગના પ્રોજેક્ટને વહીવટી મંજૂરી મળી શકશે નહીં.આ માટે મ્યુનિસિપલ ઇજનેરોએ પાણી પુરવઠાની પાઇપલાઇનો, ગટરલાઇનો અને વરસાદી પાણીના નિકાલની વ્યવસની સ્િિતનું મૂલ્યાંકન કરવાનું રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં વારંવાર તૂટી ગયેલી ભૂગર્ભ લાઇનો અવા મેનહોલને નવો રસ્તો બનાવતાં પહેલાં બદલવા અવા તેનું માળખાકીય સમારકામ કરવું પડશે.
આ ઉપરાંત, પ્રોજેક્ટના અંદાજને મંજૂરી મળે તે પહેલાં તમામ ભૂગર્ભ સુવિધાઓનો જીઆઈએસ આધારિત ડિજિટલ નકશો તૈયાર કરવો ફરજિયાત રહેશે. તેમાં ગેસ પાઇપલાઇન, વીજ કેબલ, ટેલિકોમ ફાઇબર નેટવર્ક, પાણી અને ડ્રેનેજ લાઇનોની વિગતો સામેલ કરવી પડશે.સૌી મહત્વની જોગવાઈ મુજબ, નવા રસ્તાની ખામીની જવાબદારીનો સમયગાળો (ડીએલપી) પૂર્ણ ન ાય ત્યાં સુધી બહારની સેવા એજન્સીઓને રસ્તો ખોદવાની પરવાનગી આપી શકાશે નહીં. ભવિષ્યની જરૂરિયાતો માટે અગાઉી જોગવાઈ કાઢી નાખવાની વ્યવસ પણ કરાશે, જેી કેબલ કે અન્ય યુટિલિટી લાઇન નાખવા ફરી રસ્તા ખોદવાની જરૂર ન પડે. આ નવી માર્ગદર્શિકાનો હેતુ રસ્તાઓની ગુણવત્તા જાળવવાની સો સરકારી ખર્ચ અને નાગરિકોની હાલાકી ઘટાડવાનો છે.વારંવાર તા ખોદકામ અને આડેધડ તાં વિકાસના કામોમાં પ્રજાના નાણાંની ખો નીકળી જાય છે.