BREAKING NEWS

સલાયામાં કૂતરાઓનો હાહાકાર: ૭ લોકોને બચકા ભર્યા

  • February 17, 2026 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રખડતા કૂતરાઓને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકો ત્રાહીમામ થઇ રહ્યા છે અનેક રજૂઆતો કરવા છતાંય તંત્ર દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી તેવું દેખાય રહ્યું છે. કેમ કે ગઇકાલે જ ખંભાળીયાના બંગલાવાડી વિસ્તારમાં જ ઘરની બહાર રમતી માસુમ બે વર્ષની બાળાને શ્ર્વાને મોઢાના ભાગે બચકા ભર્યા હતા અને ત્યારબાદ છોડવવા ગયેલ તેમના દાદાને પણ ભારે ઇજા પહોંચાડી હતી. નાની એવી બે વર્ષની બાળાને મોઢાના ભાગે ૮ થી ૯ જેટલા ટાંકા આવ્યા હતા અને ગંભીર ઇજા થઇ હતી.


આ બનાવને હજુ ર૪ કલાક પણ થયા નથી અને દ્વારકા જિલ્લામાં નાના એવા સલાયા ગામમાં એક જ દિવસમાં સાત જેટલા લોકોને રખડતા કૂતરાઓએ બચકા ભર્યાના બનાવ સામે આવ્યા છે. લગભગ સાત જેટલા લોકોને ઇજા પહોંચાડી છે. લોકો વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલે પહોંચ્યા છે. આ બનાવની જાણ કૂતરાને છે કે નહીં ? તેવા પ્રશ્ર્નો પણ લોકોમાં ચર્ચાઇ રહ્યા છે. હાલ સલાયા રહેવસાીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, હજુ ગત જાન્યુઆરી માસમાં જ સરકારી ચોપડે ૧૯પ જેટલા શ્ર્વાન બચકા ભરવાના કેસો નોંધાયા છે. તંત્ર આ બાબત પર ક્યારે કામ કરશે તે જોવાનું રહ્યું...

​​​​​​​


સલાયામાં ગઈ કાલે બંદર રોડ ઉપર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.જેમાં જુદા જુદા ૭ જેટલા લોકોને શ્વાને કરડવાના કેસ નોંધાયા હતા.જેમાં પગ અને પેટના ભાગે કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ લોકોએ સરકારી દવાખાને સારવાર લીધી હતી.જેમાં બે જેટલા વ્યક્તિને થોડી વધારે તકલીફ હોય ખંભાળિયા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યા હતા.


મળતી માહિતી મુજબ ગયા જાન્યુઆરી માસમાં સરકારી દવાખાને ૧૯૫ જેટલા વ્યક્તિઓને કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા.આમ દિવસેને દિવસે સલાયામાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું સામે આવ્યું છે.આ બનાવથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સલાયા રહેવાસીઓ દ્વારા આ સમસ્યાને લઇને તંત્ર દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી છે. રખડતા શ્ર્વાનને પકડી અથવા અન્ય કોઇ ઉપાય કરી આ સમસ્યાનું નિવારણ કરવા લોકમાંગ ઉઠી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application