BREAKING NEWS

ગુજરાતમાં ડબલ સીઝન: દિવસ આખો ગરમી, મોડી સાંજથી સવાર સુધી ફૂલ ગુલાબી ઠંડી

  • October 14, 2025 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં અત્યારે ઉનાળા અને શિયાળાની ડબલ સીઝન ચાલુ હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે. દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન અનેક શહેરોમાં 35 ડિગ્રીને પાર કરી ગયું છે. તો લઘુતમ તાપમાન નો પારો ૧૮ થી ૨3 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો છે.


રાજકોટ સુરત વેરાવળ ડીસા અને કંડલામાં સોમવારનું મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે. રાજકોટમાં 35.2 સુરતમાં 35.3 વેરાવળમાં 35 ડીસામાં 36.2 અને કંડલામાં 35.3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાન ની વાત કરીએ તો રાજકોટમાં 19.3 અને નલિયામાં 18 ડિગ્રી નોંધાયું છે.


એક જ દિવસમાં બબ્બે સીઝનના કારણે શરદી ઉધરસ સહિતના કેસના પ્રમાણમાં વધારો થયો છે. ગુજરાતમાંથી વરસાદ સંપૂર્ણપણે પાછો ખેંચાઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના એક પણ તાલુકામાં વરસાદનો એક પણ છાંટો પડ્યો નથી.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતની માફક દેશના મોટાભાગના રાજ્યોમાંથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચાઈ રહ્યું છે અને આગામી બે ત્રણ દિવસમાં જ આ પ્રક્રિયા સમગ્ર દેશમાંથી પૂરી થઈ જશે. દક્ષિણના રાજ્યોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે અને પૂર્વતર રાજ્યોમાં પણ અમુક જગ્યાએ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તે સિવાય દેશમાં ક્યાંય વરસાદ પડતો નથી, આગામી દિવસોમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને ત્યાર પછી ઠંડીના પ્રમાણમાં વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application