ઉનાળાની કાળઝાળ ગરમીમાં સામાન્ય રીતે લોકો ગરમ પ્રકૃતિ ધરાવતું હળદરવાળું દૂધ પીવાનું ટાળે છે. આવા સમયે આયુર્વેદમાં પરંપરાગત રીતે દૂધ અને ઈલાયચીના મિશ્રણને ખૂબ જ ગુણકારી માનવામાં આવ્યું છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લીલી ઈલાયચી જ્યારે દૂધમાં ભળે છે, ત્યારે તે દૂધનો સ્વાદ અને સુગંધ વધારવાની સાથે શરીરને અંદરથી શીતળતા પ્રદાન કરે છે. આ હેલ્ધી ડ્રિંક શરીર પર કેવી સકારાત્મક અસરો કરે છે.
મોંના ચાંદા અને પાચનની સમસ્યામાંથી મુક્તિગરમીના કારણે પેટમાં બળતરા થવી કે મોંમાં ચાંદા (અલ્સર) પડવા ખૂબ સામાન્ય બાબત છે. ઈલાયચીમાં કુદરતી કીટાણુનાશક તત્વો રહેલા છે, જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પેટની ગરમીને શાંત કરે છે. આ દૂધના સેવનથી મોંના
કષ્ટદાયક ચાંદામાં ઝડપી રાહત જોવા મળે છે.
બ્લડ પ્રેશર નિયંત્રણ અને હૃદયની સુરક્ષા
નિયમિત રીતે આ દૂધ પીવાથી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ મળે છે. ઈલાયચીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ જોવા મળે છે, જે ધમનીઓની દીવાલોને આરામ આપે છે અને હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. આ પ્રક્રિયાથી હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
રોગપ્રતિકારક શક્તિ (Immunity) માં વધારો
જે લોકો વારંવાર બીમાર પડે છે અથવા જેમની ઇમ્યુનિટી નબળી છે, તેમના માટે આ દૂધ આશીર્વાદ સમાન છે. તેમાંથી શરીરને વિટામિન-સી અને જરૂરી ફાઈબર્સ મળે છે, જે શરીરને આંતરિક શક્તિ આપે છે. આ ઉપરાંત ગરમીની ઋતુમાં થતી શરદી, ઉધરસ અને કફમાં પણ તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
ઈલાયચીવાળું દૂધ બનાવવાની સાચી રીત
સૌપ્રથમ બે નંગ લીલી મોટી ઈલાયચી લઈને તેને બરાબર કૂટી લો.એક પાત્રમાં એક કપ ઉકાળેલું દૂધ લો અને તેમાં ઈલાયચી ઉમેરો.આ મિશ્રણને ૩ થી ૪ મિનિટ સુધી ધીમા તાપે બરાબર ઉકળવા દો.દૂધ થોડું નવશેકું (ગુણગુણું) થાય એટલે તેનું સેવન કરો.