BREAKING NEWS

જસદણના સાણથલીમાં નશામાં ધૂત ટ્રકચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા,મોત

  • February 02, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણના સાણથલી ગામે નશામાં ધૂત ટ્રક ચાલકે વૃદ્ધાને કચડી નાખતા ગંભીર ઇજા થવા સબબ વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી ટ્રકચાલકને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.


અકસ્માતના આ બનાવ અંગે જસદણના સાણથલી ગામે રામદેવપીરના મંદિર નજીક રહેતા ખેડૂત હરેશભાઈ ગોરધનભાઈ કાનકડ(ઉ.વ.૩૭) દ્વારા આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પત્ની વિલાસબેન (ઉ.વ.૩૦) તથા માતા દિવાળીબેન(ઉ.વ 63) સાથે રહે છે. યુવાનને બે ભાઈ તથા ત્રણ બહેનનો પરિવાર છે.


ખેડૂત યુવાને જણાવ્યું હતું કે, ગત તા. ૦૧/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના છ વાગ્યે તે ગામના બસ સ્ટેશન તરફ જવા નિકળેલ હતો. દરમિયાન સાણથલી બસ સ્ટેશન ખાતે પહોંચતા એક્સીડેન્ટ થયાનું જાણવા મળ્યું હતું. જેથી યુવાન જોવા ઉભો રહેતા તેના માતા દિવાળીબેન રોડની સાઈડમાં ખોડીયાર પાન આગળ ઈલેક્ટ્રીના થાંભલા પાસે પડેલ હતા અને તેના શરીરના ભાગે ઈજાઓ તેમજ હાથ-પગ છુંદાઈ ગયેલ હતા. તેમના પેટની નીચેના ભાગેથી બન્ને પગ ભાંગી ગયેલ તેમજ છૂંદાઈ ગયેલ હતા અને આખેઆખા શરીરે અત્યંત ગંભીર ઇજા થયેલ હતી. આ વખતે ત્યા ઘણાબધા માણસો ભેગા થઈ ગયેલ હોય જેમાથી કોઈએ ૧૧૨ મા ફોન કરેલ હોય અને ૧૧૨ ગાડી દોડી આવી હતી. બાદ પોલીસે પૂછપરછ કરતા જીજે-03-વી-7681 ટ્રકના ચાલકે બેફામ વાહન ચલાવી મારા બાને હડફેટે લઇ ટ્રક નીચે કચડી નાખેલ હતા. આ ટ્રક ચાલકની પુછપરછ કરતા પોતે પોતાનુ નામ ભરતભાઈ ગોવિંદભાઈ ગોસ્વામી (રહે.બગસરા, અમરેલી) નશામા ધુત થઇ અકસ્માત સર્જી યુવાનના માતાને કચડી નાખી મોતને ઘાટ ઉતારી દીધેલ હતા.બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી નશામાં રહેલ બગસરાના ટ્રક ચાલકને અટકાયતમાં લઇ કાયદેસરનીકાર્યવાહીહાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application