BREAKING NEWS

નબળા ચોમાસાની અસર વર્તાઈ ખરીફ પાકનું વાવેતર ૨૩% ઘટ્યું

  • July 02, 2026 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અલ નીનોના પગલે આ વર્ષે ધીમા ચોમાસાની અસર ખેતરોમાં સ્પષ્ટ્રપણે દેખાઈ રહી છે. હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર, દેશમાં ૧ જૂનથી ૧ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન સામાન્ય કરતાં ૩૮% ઓછો વરસાદ પડો છે. વરસાદની આ નોંધપાત્ર ખાધની સીધી અસર ખરીફ પાકોના વાવેતર પર પડી છે, અને ગયા વર્ષની સરખામણીમાં અનેક મુખ્ય પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, ૨૫ જૂન, ૨૦૨૬ સુધીમાં, ૧૮૨.૭૨ લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. ગયા વર્ષે, આ જ તારીખ સુધીમાં, ૨૩૬.૪૬ લાખ હેકટરમાં વાવણી થઈ હતી, એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં, વાવણીમાં ૫૩.૭૪ લાખ હેકટરનો ઘટાડો થયો છે, જે લગભગ ૨૩% ઘટાડો દર્શાવે છે. આ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે નબળા ચોમાસાની ખેડૂતોના વાવેતર પર અસર થવા લાગી છે.
બરછટ અનાજના વાવેતરમાં પણ ઘટાડો થયો છે. વાવેતર વિસ્તાર ૩૬.૦૭ લાખ હેકટરથી ઘટીને ૩૧.૮૪ લાખ હેકટર થયો છે. જોકે, રાહતની વાત એ છે કે શેરડી અને શણનું વાવેતર ગયા વર્ષની સરખામણીમાં થોડું વધ્યું છે.
જો જુલાઈમાં ચોમાસું ગતિ પકડશે નહીં, તો ખરીફ પાકોની વાવણી અને ઉત્પાદન બંને પર દબાણ વધી શકે છે. આનાથી ખાધાન્ન, કઠોળ, ખાધતેલ અને કપાસ જેવા આવશ્યક કૃષિ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને ભાવ પર વધુ અસર પડી શકે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application