\
તાલાલા પોલીસ સ્ટેશન હેઠળના ખુનની કોશીશના ગુનામાં જેલ હવાલે થયા બાદ પેરોલ જમ્પ કરનાર આરોપીને પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની હકીકત મુજબ તાલાલા પોલીસ સ્ટેશન ઇ.પી.કો.કલમ 307 મુજબના ગુન્હાના સજા પામેલ આરોપી સુલતાનભાઇ રહેમતુલ્લ ાભાઇ કેવર (રહે.પાણીકોઠા) તા.30-07-2024ના દિન-07 માટે વચગાળાના જામીનપર છુટી બાદ સમયસર હાજર ન થઇ છેલ્લ ા 64 દિવસથી પેરોલ જમ્પ કરેલ હોય. જે આરોપીને પકડી પાડવા તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એન.ગઢવી સુચના કરેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ એ.એસ.આઇ જોરસંગ દેવસંગ પરમાર તથા રણજીતભાઇ પરબતભાઇ ડોડીયા તથા પો.કોન્સ ભાવેશભાઇ દુદાભાઇ ગોહિલ તથા કલ્પેશભાઇ કાનાભાઇ વાઢેર તથા સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ સંયુકત બાતમી હકિકતના આધારે પાણીકોઠા ગામે લેરીયા પીરની દરગાહથી થોડે આગળ વાડી વિસ્તાર તરફ જતા કાચા રસ્તે ઉપરોક્ત આરોપીને ખુલ્લ ી જગ્યામાં ગે.કા લાયસન્સ કે પરવાના વગર દેશી જામગરી બંદુક-01 કિ.રૂ.1,000ના હથીયારના મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ તાલાલા પોલીસ દ્વારા એકટ કલમ 25(1-બી)એ,29 તથા જી.પી.એકટ કલમ 135 ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech