સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી સંદર્ભે યોજાતી મહાસભા
છેલ્લાં થોડા સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અમૂક સાધુઓના પ્રવચન તથા લખાણમાં કથિત રીતે દ્વારકાધીશજી અને તેની સેવા પૂજા કરતા ગુગળી બ્રહમસમાજ વિશે કરેલ ટિપ્પણીઓનો દ્વારકા ક્ષેત્રમાં જબરદસ્ત વિરોધ કરાયો છે ત્યારે ગુગ્ગુળી સમાજે સોમવારે સમસ્ત બ્રહમસમાજને સાથે રાખી કરેલી બેઠક બાદ મંગળવારે દ્વારકાધીશ મંદિર બહાર જ્ઞાતિના પંડાઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યો હતો. અઘટિત નિવેદનો કરનારા જવાબદાર સાધુઓ દ્વારકા આવી દ્વારકાધીશના ચરણોમાં ક્ષમા યાચના કરે તેવી માંગ કરી હતી.
દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા કરનારા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા સોમવારે બ્રહ્મપુરીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ભગવાન દ્વારકાધીશ, સનાતન ધર્મના અનેક દેવી દેવતાઓ, ગુગ્ગુલી સમાજ પર અભદ્ર ટિપ્પણી મુદ્દે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, અગ્રણીઓ,મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ હોદેદારો સાથે, આહિરસેના, હિન્દુસેના, શિવસેના, વિશ્વ હિન્દુ પરિષદ સહિત અનેક સનાતન ધર્મના સંગઠનોના હોદેદારો દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય,મંત્રી કપિલભાઈ વાયડા,સહમંત્રી ચેતનભાઇ પુજારી,જ્ઞાતિ કારોબારી સદસ્યો,મધ્યસભા સદસ્યો, સામાજિક કાર્યક્રરો, મહિલા મંડળ સદસ્યો, તીર્થ પંડાસભા સદસ્યો, યુવા સંગઠન સભ્યો સહિત ખૂબ મોટી સંખ્યામાં જાહેર જનતા ઉપસ્થિત રહી હતી. સહમંત્રી ચેતનભાઇ પૂજારી દ્વારા ઉદબોધન ઉપરાંત ગિરધરભાઈ જોશી,દિવ્ય પ્રકાશભાઈ ઠાકર, સન્નીભાઈ પુરોહિત, રામભાઈ આહીર, વત્સલભાઈ પુરોહિત,દિપેશભાઈ ચાવડા,પ્રદીપભાઈ વાયડા, યજ્ઞેશભાઈ ઉપાધ્યાય સહિત તમામ વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા.
ઉપવાસ આંદોલન સાથે જરૂર પડયે દ્વારકા બંધની ચર્ચાઓ...
જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઈ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું કે, 7 દિવસ પહેલા જનરેલી દ્વારા દ્વારકા પ્રાંત અધિકારીને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ બાબતે આવેદનર આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી તેના કોઈ પ્રતિ ઉત્તર પ્રાપ્ત થયા નથી.આગામી સમયમાં ગુગ્ગુલી બ્રાહ્મણો દ્વારા ઉપવાસ આંદોલન,આહિર સેના દ્વારા ઉગ્ર આંદોલન તેમજ દ્વારકા ના અલગ અલગ સમાજ દ્વારા આ સાધુઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
ગુગ્ગુલી સમાજ દ્વારા દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજીના અધ્યક્ષ સ્થાને દ્વારકામાં ધર્મ સભાના આયોજન વિશે પણ વિચારણા કરવામાં આવી છે. દ્વારકા વેપારી મંડળ દ્વારા આ આંદોલનના ભાગરૂપે સમસ્ત દ્વારકા બંધ રાખવાની ચર્ચા પણ કરવામાં આવી જેની તારીખ નજીકના સમયગાળામાં જાહેર કરવામાં આવશે. આ મહાસભાના પડઘા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર સુધી પડ્યા છે.
જામનગરમાં આજે વિવિધ હિન્દુ સંસ્થાઓ દ્વારા સ્વામિ નારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ દુર કરવાની માંગણી સાથે મૌન રેલી
ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિજનો ઉપરાંત શિવસેના- મહાદેવહર મિત્ર મંડળ સહિતની અનેક ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિજનો જોડાશે
સ્વામીનારાયણ સંપ્રદાય ના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશજી અને સનાતન ધર્મના દેવી-દેવતાઓ વિશે લખાયેલા -વિવાદિત લખાણો સામે વિરોધ વ્યક્ત કરવા આજે તા ર ના બુધવારે સાંજે ૪ વાગ્યે જામનગરમાં હિન્દુ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે મૌન રેલી યોજીને કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવાનો કાર્યક્રમ યોજાયો છે.
સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકના લખાણો અંગે ગુજરાતભરમાંથી ઠેર-ઠેર વિરોધ ઉઠી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ આવેદન આપવા સહિતના કાર્યક્રમો થયા બાદ આજે બુધવારે આવા વિવાદીત લખાણો રદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન યોજાયું છે. જેમાં સાંજે ૪ વાગ્યે ઓશવાળ સેન્ટર પાસે આવેલા સંતોષી માં ના મંદિરથી સરુ સેક્શન રોડ ઉપર આવેલી કલેક્ટર કચેરી સુધી એક મૌન રેલી યોજવામાં આવી છે.
આ રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને અધિકારીઓને આવેદન પત્ર પાઠવીને વિવાદીત લખાણો દુર થાય, તે સહિતની માંગણી કરશે. આ કાર્યક્રમમાં ગુગળી બહ્મસમાજ, આહિર સેના-ગુજરાત, મહાદેવ હર મિત્ર મંડળ, શિવસેના, સતવારા સમાજ યુવક મંડળ, શ્રીરામ બજરંગદળ, રાજા મેલડી મિત્ર મંડળ, હિન્દુ મહાસભા, ભગવા સેના, કોળી સમાજ સહિતના હિન્દુ સંગઠનો જોડાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech