ઇ–૨૦ પેટ્રોલ નહીં, ભેળસેળિયુ બળતણ બની રહ્યું છે વાહનોના નુકસાનનું કારણ
ઇ–૨૦ પેટ્રોલ નહીં, ભેળસેળિયુ બળતણ બની રહ્યું છે વાહનોના નુકસાનનું કારણ
July 23, 2026 07:07 AM
ભારતમાં હાલમાં સૌથી મોટો મુદ્દો ઇથેનોલ છે. પેટ્રોલમાં ઇથેનોલનો ઉપયોગ થયા પછી, લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. કારણ કે લોકો માને છે કે ઇથેનોલ વાહનોને નુકસાન પહોંચાડી રહ્યું છે, અને ઓટોમોબાઈલ કંપનીઓ આનો ભોગ બની રહી છે. જો કે, સરકાર માને છે કે ઇથેનોલનો વાહનો પર કોઈ પ્રભાવ પડતો નથી, સિવાય કે માઇલેજમાં થોડો તફાવત આવે એટલું જ.દરમિયાન, ઓટોમોબાઇલ કંપનીઓ કહે છે કે નુકસાનનું વાસ્તવિક કારણ ઈ૨૦ ઈંધણ નથી, પરંતુ પેટ્રોલ પપં પર ઉપલબ્ધ ભેળસેળયુકત ઈંધણ છે. આ વધતા વિવાદ વચ્ચે, વાહન ઉત્પાદકોએ સરકાર પાસે ઈંધણની ગુણવત્તા સુધારવા અને પેટ્રોલ પપં પર કડક તપાસ લાગુ કરવાની ભારપૂર્વક માંગ કરી છે એ નોંધવું જોઈએ કે ભારતમાં વાયરલ થયેલા કેટલાક તાજેતરના કિસ્સાઓમાં, ટોયોટા જેવી મોટી કાર કંપનીઓએ ટેકનિકલ તપાસ પછી સ્પષ્ટ્રતા કરી છે કે વાહનોની ઈંધણ પ્રણાલીમાં થતી સમસ્યાઓ ઇથેનોલને કારણે નથી, પરંતુ પેટ્રોલમાં ભળેલા પાણી અને કાટમાળને કારણે છે. ઇથેનોલમાં ભેજ અને પાણીને ખૂબ જ ઝડપથી શોષી લેવાની ક્ષમતા છે.