BREAKING NEWS

૨૦મીએ મ્યુનિ.જનરલ બોર્ડ; ચૂંટણી પૂર્વે નામકરણની આઠ દરખાસ્તો રજૂ કરાઇ

  • January 12, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ચૂંટણી પૂર્વેનું સંભવત: અંતિમ જનરલ બોર્ડ આગામી તા.૨૦ જાન્યુઆરીના રોજ મળનાર છે જેમાં નામકરણની આઠ સહિત કુલ ૧૨ દરખાસ્તો એજન્ડામાં રજૂ કરાઇ છે. પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ પૂછેલા પ્રશ્ન સરકારે અમૃત અને સ્વર્ણિમ યોજના હેઠળ કેટલી ગ્રાન્ટ આપી તે ચર્ચાશે, ત્યાં જ બોર્ડની કાર્યવાહી પૂર્ણ થશે. વિપક્ષના પ્રશ્નો પાછલા ક્રમે હોય ચર્ચામાં નહીં આવેતે નક્કી છે.

જનરલ બોર્ડ મિટિંગમાં એજન્ડામાં સમાવિષ્ટ દરખાસ્તોમાં (૧) વોર્ડ નં.૧૨માં મવડીમાં નવનિર્મિત ઇન્ડોર ગેમ્સ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભારત રત્ન તેમજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નામકરણ કરવા (૨) વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં સાધુવાસવાણી કુંજ રોડ, શિવાલય ચોક પાસે આવેલ ગાર્ડનને શહિદ હેમુ કાલાણી ગાર્ડન નામકરણ કરવા (૩) વોર્ડ.નં.૧૦માં યુનિવર્સિટી રોડ શિવશક્તિ કોલોની સામે આવેલ ગાર્ડનને વિર શહિદ હમીરસિંહજી ગોહિલ ગાર્ડન નામકરણ કરવા (૪) રાજકોટ રેલ્વે જંકશન સામે રસ્તા પૈકીની જમીન ઉપરથી દૂર કરાવેલ દુકાનોના માલિકોને વૈકલ્પિક જમીન ફાળવવા(૫) વોર્ડ નં.૧૨માં વેસ્ટઝોન પેકેજ હેઠળ તૈયાર થયેલ આવાસ યોજના( મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ)ના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેચાણ આપી દસ્તાવેજ કરી આપવા (૬) રાજકોટ મહાનગરપાલિકા માટે રૂ.૨૦૦ કરોડ સુધીની લોન અથવા ઓવર ડ્રાફ્ટ, લાઈન ઓફ ક્રેડીટ કે અન્ય ફેસીલીટીથી નાણા લેવા અંગે મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવા (૭) રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારને તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને અને કાયમી અશક્ત જાહેર થાય અથવા સફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાય અથવા "સફાઈ કામદાર લાપતા હોય તેવા સંજોગોમાં તેના કોઈ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારો કરવા (૮) વોર્ડ.નં.૧૦માં આવેલ એસ.એન.કે. સ્કુલ પાસેના ચોકથી આગળના જે.કે.ચોકથી જુના યુનિવર્સિટી રોડ, (નીલ સિટી કલબ બાજુના માર્ગ)ને શ્રી ઉમીયાજી માર્ગ નામકરણ કરવા (૯) વોર્ડ.નં.૫માં આવેલ રણછોડનગર શેરી નં.૧૦ને સ્વાતંત્ર્ય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી માર્ગ નામકરણ કરવા(૧૦) વોર્ડ.નં.૪માં આવેલ લાલપરી મેલડી માતાજી પાસે તેમજ ખોડલ ધામ રેસીડેન્સી તથા ગ્રીન સિટી સોસાયટી મેઇન રોડ પાસે આવેલ ચોકને સરદાર પટેલ ચોક નામકરણ કરવા (૧૧) વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ પર આવેલ હુડકો ફાયર સ્ટેશનવાળા ચોકને જયંતભાઈ ઠાકર ચોક નામકરણ કરવા (૧૨) વોર્ડ નં.૧૩માં ગોંડલ રોડ પર આવેલ લેઉવા પટેલ કન્યા છાત્રાલય મેઇન ગેઇટ સામેના રોડ, ખોડીયાર નગર શાક માર્કેટ સુધીના માર્ગને આઈશ્રી સોનલમાં માર્ગ નામકરણ કરવા સહિતની દરખાસ્તો એજન્ડામાં સમાવિષ્ટ કરાઈ છે.


૧૪ કોર્પોરેટરના ૩૧ પ્રશ્ન, કોનો પ્રશ્ન ક્યા ક્રમે ચર્ચામાં આવશે ?

૧.દક્ષાબેન વસાણી

૨.રૂચિતાબેન જોષી

૩.કંકુબેન ઉઘરેજા

૪.વિનુભાઈ સોરઠિયા

૫.દક્ષાબેન વાઘેલા

૬.વશરામભાઈ સાગઠિયા

૭.ડૉ.રાજેશ્રી ડોડીયા

૮.વર્ષાબેન પાંધી

૯.ડૉ.દર્શનાબેન પંડયા

૧૦.વિનુભાઈ ઘવા

૧૧.મિતલબેન લાઠીયા

૧૨.કોમલબેન ભારાઈ

૧૩.ડૉ. પ્રદિપ ડવ

૧૪.મકબૂલભાઈ દાઉદાણી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application