ગોંડલ તાલુકાના પાચિયાવદર ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા આઠ શખસોને રૂરલ એલસીબી ટીમે ઝડપી લીધા હતાં. પોલીસે દરોડા દરમિયાન રૂ. 1.32 લાખની રોકડ, ત્રણ વાહન અને આઠ મોબાઈલ સહિત કુલ રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય પંથકમાં દારૂ-જુગારની ગેરકાયદે બદ્દીને સદંતર નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને પીઆઈ જે.પી.રાવના માર્ગદર્શન હેઠળની રૂરલ એલસીબીની ટીમો પ્રયત્નશીલ હતી.
દરમિયાન પીએસઆઈ એચ.સી.ગોહિલની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હકીકત મળી હતી કે, ગોંડલ તાલુકાના પાચિયાવદર ગામની સીમમાં હરેશ પઢારીયા નામનો શખસ પોતાની માલિકીના વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે.
જે હકીકતના આધારે એલસીબી ટીમે વાડીમાં દરોડો પાડી અહીંથી જુગાર રમતા વાડી માલિક હરેશ ભગવાનજીભાઈ પઢારીયા (ઉવ 44 રહે. ખરેડા, કોટડા સાંગાણી), પરેશ ભીખાભાઈ પીપળીયા (ઉવ 44 રહે. કોઠારીયા ગામ, રાજકોટ), પ્રવીણ લાખાભાઈ જાદવ (ઉવ 34 રહે. પાંચતલવડા, કોટડા સાંગાણી), મોહિત હરસુખભાઈ હરસોડા (ઉવ 27 રહે. કોઠારીયા ગામ, રાજકોટ), રોહિત લાલજીભાઈ ખુમાણ (ઉવ 28 રહે. ખરેડા, કોટડા સાંગાણી), નિખિલ લક્ષ્મણભાઈ પીપળીયા (ઉવ 36 રહે. પંચનાથ સોસાયટી શેરી નં.-3, કોઠારીયા ગામ,રાજકોટ), ભગીરથ માવજીભાઈ સિંધવ(ઉવ 35) અને મહેશ મનજીભાઈ ચાવડા (ઉવ 42 બંને રહે. ખરેડા, કોટડા સાંગાણી)ની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ.1.32 લાખની રોકડ, આઠ મોબાઈલ, ત્રણ વાહન મળી કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જુગારના દરોડાની આ કામગીરીમાં રૂરલ એલસીબી પીઆઇ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અનિલભાઈ ગુજરાતી, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, ભગીરથસિંહ જાડેજા, રણજીતભાઈ બોરડ અને કોન્સ્ટેબલ વિજયભાઈ ખડિયા સાથે રહ્યા હતાં.