સીટી-એ પોલીસ દ્વારા તપાસ કરાવાતા ડાયરેકટ જોડાણ ખુલ્યું : વિજ કંપની દ્વારા અઢી લાખનો દંડ ફટકારાયો
જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી હતી જેમાં આરોપીઓને પકડી જેલ હવાલે કરવામાં આવ્યા છે, દરમ્યાન પકડાયેલ આરોપીના રહેણાંક મકાનોમાં પોલીસ દ્વારા તપાસ કરાવાતા પીજીવીસીએલના ચેકીંગ કાર્યવાહીમાં વિજચોરી થતી હોવાનું જાણમાં આવ્યુ હતું આથી અઢી લાખનો દંડ ફટકારી મજકુર વિરુઘ્ધ ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં યુવતિ પર સામુહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો જેમાં આરોપી હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ શેખ (ઉ.વ.40) રહે. ઘાંચીની ખડકી બહાર ઢોકડકાંઠો, જામનગરના અલગ અલગ રહેણાંક મકાનોએ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપીના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં પીજીવીસીએલનુ મીટર લગાવેલ નથી.
જે બાબતે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફની ટીમ તેમજ પીજીવીસીએલના અધિકારી અને સ્ટાફ સાથે આરોપીના ઘાંચી ખડકીએ આવેલા બે મકાનોમાં તેમજ સિલ્વર પાર્ક સોસાયટીમાં આવેલ એક મકાન અને પંચેશ્ર્વર ટાવર પાસે આવેલ મકાનમાં ચેક કરતા તમામ મકાનોમાં પીજીવીસીએલનું મીટર લગાવેલ ન હોય અને વિજ થાંભલામાંથી ડાયરેકટ કનેકશન મેળવેલનું સામે આવ્યુ હતું.
આથી પીજીવીસીએલના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ઘરના વિજ જોડાણ કાપી નાખેલ છે અને આશરે 2.50 લાખનો દંડ ફટકારી મજકુર વિરુઘ્ધ ફરીયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech