અમેરિકાના રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અત્યતં નજીક ગણાતા અને વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક ઈલોન મસ્કને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમીનેટ કરવામાં આવ્યા છે. નોમિનેશનના આ અહેવાલ બાદ, ઈલોન મસ્કના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડોગેકોઈન ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલા એક ડિઝાઇનરે સોશિયલ મીડિયા પર લખ્યું, ' ઈલોન મસ્કને અભિવ્યકિતની સ્વતંત્રતાના રક્ષણ માટેના તેમના પ્રયાસોને માન્યતા આપવા માટે ૨૦૨૫ ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.
યુરોપિયન સંસદના સ્લોવેનિયન સભ્ય બ્રેન્કો ગ્રીમ્સે વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક અને ટેસ્લા, સ્પેસએકસ અને એકસ જેવી કંપનીઓના માલિક ઈલોન મસ્કને ૨૦૨૫ ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કર્યા છે. ગ્રીમ્સના મતે, આ નામાંકન અભિવ્યકિતની સ્વતંત્રતાના સમર્થનમાં મસ્કના સતત પ્રયાસો અને વૈશ્વિક શાંતિમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે છે.
બ્રેન્કો ગ્રીમ્સે મસ્કને નોમિનેટ કર્યા
પ્રસ્તાવની પુષ્ટ્રિ કરતા, બ્રેન્કો ગ્રીમ્સે કહ્યું, 'આજે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે અભિવ્યકિતની સ્વતંત્રતા અને શાંતિના મૂળભૂત માનવ અધિકારનું સતત સમર્થન કરતા ઈલોન મસ્કને ૨૦૨૫ નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવો જોઈએ.' આ નોમિનેશનમાં તેમને ટેકો આપનારા તમામ લોકોનો આભાર વ્યકત કરતાં તેમણે કહ્યું, 'આ પડકારજનક પ્રોજેકટમાં મદદ કરનારા તમામ સહ–પ્રસ્તાવકો અને સહકાર્યકરોનો આભાર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech