BREAKING NEWS

જામનગર : આગામી તા.8 ઓક્ટોબરના રોજ ટાઉનહોલ ખાતે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ’નું ભવ્ય આયોજન

  • October 04, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી વિવિધ કંપનીઓમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર પત્રક વિતરણ કરાશે.
 
​જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા તા. ૦૮/૧૦/૨૦૨૫ બુધવારના રોજ શહેરના ટાઉનહોલ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ જામનગરના યુવાનોને રોજગારી અને કૌશલ્ય સશક્તિકરણની નવી તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સવારે ૧૦.૦૦ કલાકે શરૂ થશે. આ સમારંભમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી વિવિધ કંપનીઓમાં નિમણૂક પામેલા ઉમેદવારોને મહાનુભાવોના હસ્તે રોજગાર એનાયત પત્રક વિતરણ કરવામાં આવશે, આ ઉપરાંત, રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI)ના આધુનિકરણ અને તાલીમને ઉદ્યોગલક્ષી બનાવવા માટે વિવિધ ખાનગી કંપનીઓ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવનાર છે.

​​​​​​​ સાથે જ, કૌશલ્યવાન તાલીમાર્થીઓને તાલીમ પૂર્ણ થાય તે પહેલાં જ નોકરીની ખાતરી આપતા પ્રોવિઝનલ ઓફર લેટર્સ પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરશે. જિલ્લાના તમામ નાગરિકો અને યુવાનોને આ વિકાસલક્ષી સમારંભમાં હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા હાર્દિક આમંત્રણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application