ઇમરાન હાશ્મીની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'આવારાપન'ની સિક્વલની જાહેરાત થઈ ત્યારથી જ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આશરે ૧૯ વર્ષ બાદ ઇમરાન હાશ્મી 'આવારાપન ૨' દ્વારા ૧૪ ઓગસ્ટે સિનેમાઘરોમાં વાપસી કરવા માટે તૈયાર છે. પરંતુ આ વખતે તેની સફર આસાન લાગી રહી નથી, કારણ કે બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર સની દેઓલની આગામી મોટી ફિલ્મ 'બંટવારા ૧૯૪૭' સાથે થવાની છે. સ્વતંત્રતા દિવસના મોટા વીકેન્ડ પર આ બંને ફિલ્મો સામસામે આવશે, જેનાથી મોટો ક્લેશ સર્જાશે. આ સંજોગોમાં ફિલ્મ વિશ્લેષકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ઇમરાન હાશ્મી, સની દેઓલ જેવા મોટા સ્ટાર સાથે ટકરાઈને બહુ મોટું જોખમ લઈ રહ્યો છે?
આ મહા-મુકબલાની ખાસ વાત એ છે કે 'બંટવારા ૧૯૪૭'માં માત્ર મોટી સ્ટારકાસ્ટ જ નથી, પરંતુ તેનું નિર્દેશન બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રાજકુમાર સંતોષી કરી રહ્યા છે. સની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડીએ અગાઉ 'ઘાયલ', 'દામિની' અને 'ઘાતક' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. તેથી દર્શકોને આ જોડી પાસેથી બ્લોકબસ્ટર અને દમદાર દેશભક્તિ આધારિત કન્ટેન્ટની અપેક્ષા છે. બીજી તરફ, ઇમરાન હાશ્મીની 'આવારાપન ૨' ફેન્સના નોસ્ટાલ્જીયા અને જૂની યાદો પર આધારિત છે. તેથી ૧૪ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર દેશભક્તિનો ક્રેઝ જીતશે કે નોસ્ટાલ્જીયા, તે જોવું રસપ્રદ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application