BREAKING NEWS

લોકમેળાને લઇ રેસકોર્સ રીંગ રોડ પર તમામ વાહનો માટે પ્રવેશબંધી, જાણો ક્યાં વાહન પાર્ક કરી શકશો તે જગ્યાઓનું લીસ્ટ

  • August 28, 2026 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી સાતમ આઠમમાં રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર લોકમેળાને લઈને ટ્રાફિક વ્યવસ્થાની સાથે મેળાનું સુચારુ આયોજન થઇ શકે એ માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરી નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.


આગામી તારીખ 2 સપ્ટેમ્બર થી છ સપ્ટેમ્બર સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક લોકમેળાનું આયોજન થવા જઈ રહ્યું હોય જે લોકમેળામાં રાજકોટ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે પોતાના વાહનો સાથે અન્ય રીતે આવતા હોય છે. લોકમેળામાં દરમિયાન વાહનોની અવરજવર મોટી સંખ્યામાં રહેતી હોય ત્યારે જાહેર જનતા લોકમેળામાં સરળ રીતે હરિ ફરી શકે અને વાહન વ્યવહાર સુચારુ અને સલામત રીતે ચાલુ રહે તેમજ અકસ્માતના બનાવો અટકે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મેળો શરૂ થયાની તારીખ 2 સપ્ટેમ્બર થી છ સપ્ટેમ્બર સુધી લોકમેળો પૂર્ણ થાય ત્યાં સુધી માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.


આ રસ્તાઓ બંધ રહેશે

જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક, પોલીસ હેડ ક્વાર્ટર, જૂની એનસીસી ચોક, આમ્રપાલી અંડર બ્રિજ સુધીના રસ્તા તમામ વાહનો માટે બંધ અને નો પાર્કિંગ રહેશે. 2. ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સુધીના તમામ રસ્તાઓ, આઈબી ઓફિસથી રૂરલ એસપીના બંગલા સુધીનો રસ્તો, સૂરજ-1 એપાર્ટમેન્ટથી લોકમેળાના ગેઇટ સુધીના રસ્તા, ચાણક્ય બિલ્ડીંગ ચોકથી ફુલછાબ, જિલ્લા પંચાયત ચોક સુધીના રસ્તાઓ તમામ વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. વિશ્વા ચોકથી જૂની એમસી લસી ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ અને નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે. રેસકોર્સ રીંગ રોડ ફરતે લારી, ગલ્લા, પાથરણા, રેંકડી રાખવાની મનાઈ કરવામાં આવી છે. તમામ પ્રકારના ભારે વાહનો માટે લોકમેળા દરમિયાન રેસકોર્સ રીંગ રોડ પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પેસેન્જર ભરીને મેળામાં આવતા વાહનો ચૌધરી હાઈસ્કૂલ ચોક, ભીલવાસ ચોક, મહિલા અન્ડર બ્રિજ, આમ્રપાલી અન્ડર બ્રિજ, ધ સીટી સેન્ટ્રલ, એરપોર્ટ સર્કલ, જામનગર રોડ, રૂડા બિલ્ડીંગ, જામ ટાવર ચોકથી તમામ વાહનો માટે પ્રવેશબંદી જાહેર કરવામાં આવી છે.


ક્યાં રસ્તાઓ પરથી પસાર થઇ શકશો

1.ચાણક્ય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ સાંઢિયા પુલથી એરપોર્ટ ફાટક અને ગાંધીગ્રામ તરફ જઈ શકશે. શ્રોફ રોડ, ચાણક્ય બિલ્ડીંગ ચોકથી ફૂલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિશાનપરા ચોક, આમ્રપાલી અંડર બ્રિજથી રૈયા રોડ તરફ અવર જવર કરી શકાશે.

2. રેસકોર્સ પાર્ક અને મારુતિનગર તરફ જવા માટે ટ્રાફિક શાખા, રૂડા બિલ્ડીંગ, જામનગર રોડ, સાંઢિયા પુલથી એરપોર્ટ ફાટકથી જઈ શકશે અને આમ્રપાલી અંડર બ્રિજથી રેસકોર્સ મેયર બંગલાથી રેલવે પાટાની જમણી બાજુના રોડથી એરપોર્ટ ફાટક થઇ અવર જવર કરી શકાશે.

3. પ્રાયવેટ લકઝરી બસો મહિલા અંડર બ્રિજથી ટાગોર રોડ થઇ જઈ શકશે.

4. લોકમેળા દરમિયાન રેસકોર્સ રીંગ તોડ ફરતે પાસધારક વાહન ચાલકો 10 કીમી/કલાકથી વધુ ઝડપે વાહન ચલાવી શકશે નહિ. (લોકમેળાની ફરજમાં રહેલા વાહનોને બંધનકર્તા નથી)


અહીં વાહનો પાર્ક કરી શકાશે

1. કિશાનપરા ચોક સાયકલ શેરિંગ જગ્યા

2. નહેરુ ઉદ્યાન, બહુમાળી ભવન સામે

3. બાલભવન મેઈન ગેઇટટાઇ આર્ટ ગેલેરી સુધીના રોડ પર

4. ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ

5 નવી કલેક્ટર કચેરી સામેના ગ્રાઉન્ડમાં

6. નગર રચના કચેરીનું ગ્રાઉન્ડ

7. ગુજરાત સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડ

8. આયકર વાટિકા પાછળ રિલાયન્સ ગ્રાઉન્ડ

9. એસબીઆઈ બેંક સામે શારદાબાગનું ગ્રાઉન્ડ

10. સર્કિટ હાઉસ સામે મેમણ બોર્ડિંગ ગ્રાઉન્ડ

11. કિશાનપરા ચોક કેપિટલ હોટેલ પાછળનું ગ્રાઉન્ડ

12. ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ

13. સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ

14. હોમગાર્ડ ઓફિસર કોલોની



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application