BREAKING NEWS

એસ્સાર ગ્રૂપે વાઇબ્રન્ટ રાજકોટમાં પોતાની સ્વચ્છ ઉર્જા યોજનાઓ રજૂ કરી, પાવર ક્ષમતા 5 ગીગા વોટ સુધી વિસ્તૃત કરશે

  • January 12, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ સમિટ ખાતે એસ્સાર ગ્રૂપે સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જા માટેની પોતાની યોજનાઓ રજૂ કરી. કંપનીએ પરંપરાગત ઊર્જાને લો-કાર્બન ઉકેલો સાથે સંયોજિત કરી પાવર જનરેશન અને સ્વચ્છ ઇંધણ ક્ષેત્રમાં પોતાના કાર્યને દર્શાવ્યું અને જણાવ્યું કે તે કેવી રીતે પ્રદૂષણ ઘટાડવા અને દેશની પ્રગતિ માટે તેઓ યોગદાન આપી રહ્યા છે.​​​​​​​

પાવર ક્ષમતાને લગભગ પાંચ ગીગા વોટ સુધી વિસ્તૃત કરવાની યોજના 

એસ્સાર પાવર હાલમાં ગુજરાતના સલાયા ખાતે અદ્યતન સબ-ક્રિટિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરતાં ૧.૨ ગીગા વોટ પાવર પ્લાન્ટનું સંચાલન કરે છે. કંપની તેની પરંપરાગત પાવર ક્ષમતાને લગભગ પાંચ ગીગા વોટ સુધી વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે, સાથે જ તેની કાર્યક્ષમતા સુધારવા અને ક્રમશઃ ઉત્સર્જન ઘટાડવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પરંપરાગત ઊર્જા ઉત્પાદન સાથે, એસ્સાર ગ્રુપ તેના રીન્યુએબલ ઊર્જા વ્યવસાયને પણ વધારી રહ્યુ છે. ગ્રુપ સોલર, વીન્ડ અને બેટરી એનર્જી સ્ટોરેજના પ્રોજેક્ટ્સ વિકસાવી રહ્યું છે અને આગામી પાંચ વર્ષમાં ૧૫ ગીગા વોટ ક્ષમતા નિર્માણનો આયોજન કરી રહ્યું છે.


૫૦૦ ગીગા વોટ નવીકરણ યોગ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાની લક્ષ્યાંક સાથે સુસંગત

એસ્સાર ગ્રૂપે એન.એચ.પી.સી. અને એસ.જે.વી.એન. તરફથી ૯૦૦ મેગા વોટ ક્ષમતાના કુલ ત્રણ કેન્દ્રીય સરકારનાં રીન્યૂએબલ ઊર્જા ઉત્પાદનના ટેન્ડર મેળવ્યા છે, જે લગભગ ૧.૫ ગીગા વોટ સ્થાપિત ક્ષમતા સુધી તબદીલ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ્સ ભારતના ૨૦૩૦ સુધી ૫૦૦ ગીગા વોટ નવીકરણ યોગ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાની લક્ષ્યાંક સાથે સુસંગત છે.


કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે મદદ મળશે

પરંપરાગત ઉર્જા ઉત્પાદનથી આગળ વધીને એસ્સાર તેના ફ્યુચર એનર્જી વ્યવસાયો મારફતે નવી પેઢીનું સ્વચ્છ ઇંધણ ઉત્પાદનની પહેલો તરફ આગળ વધી રહ્યુ છે. એસ્સાર ગ્રુપ પ્રતિ વર્ષ એક મિલિયન ટનની ક્ષમતા ધરાવતી વ્યાવસાયિક સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ અને હાઇડ્રોટેરીટેડ વેજીટેબલ ઓઈલ બાયો-રિફાઇનરીનું નિર્માણ કરી રહ્યું છે, આ પ્રકારની દેશની આ પ્રથમ રિફાઇનરી હશે. આ પ્રોજેક્ટથી વિમાન સેવા, જહાજ સેવા અને ભારે પરિવહન ક્ષેત્રોમાં નોંધનીય ડિકાર્બનાઇઝેશન (કાર્બન ઉત્સર્જન ઘટાડવા) માટે મદદ મળશે. રાજકોટ ખાતે યોજાયેલ આ વાઇબ્રન્ટ ગુજરાતમાં એસ્સાર ગ્રૂપે જણાવ્યું કે પારંપરિક ઉર્જા ઉત્પાદન સાથે રિન્યૂએબલ અને સ્વચ્છ ઇંધણના સમન્વયનો તેનો અભિગમ ગુજરાતના વિકાસ માટેની તેની કટિબદ્ધતા અને દેશના ઔદ્યોગિક વિકાસ અને એનર્જી ટ્રાન્સીશનની પહેલનેમાં એસ્સારની મહત્વની કામગીરીનો પરિચય આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News