જામનગર મહાનગર પાલિકા વર્ષોથી સુભાષ શાક માર્કેટને તોડીને નવી શાકમાર્કેટ બનાવવા માટે ર્કોોરેશન વાતોના વડા કરે છે પરંતુ હજુ સુધી આ શાક માર્કેટ તોડવામાં આવી નથી આજ સવારથી જ દિપક ટોકીઝથી દરબારગઢ સુધીની તમામ રેકડીઓ હટાવવા એસ્ટેટ શાખાએ ઓપરેશન શરૂ કર્યુ છે ત્યારે સવારના ૧૦.૩૦ સુધીમાં કોર્પોરેશન દ્વારા ૨૫ થી વધુ રેકડીઓ કબ્જે કરવામાં આવી છે અને કેટલીક રેકડીઓ હટાવી દેવામાં આવી છે બીજી તરફ શાક માર્કેટ શરૂ ન થાય ત્યા સુધી વેપારીઓને ગાલામાં બેસવા દેવા માટે વેપારીઓએ સાંસદ, ધારાસભ્ય અને અન્ય પદ અધિકારીઓને રજુઆત કરી છે.
તેવુ પણ કહેવાય છે કે આજે કેટલાકપદ અધિકારીઓ શાક માર્કેટની મુલાકાત લેવાના છે તે માટે એસ્ટેટ શાખાએ કામગીરી શરૂ કરી છે નાયબ કમીશ્નર મુકેશ વરણવાની સુચનાથી અધિકરારી અનવર ગજણ સહિતના અધિકરીઓએ આ કાર્યવાહી કરી ટુંકમાં વેપારીઓમાં પણ રોષ જાગ્યો છે અને કોર્પોરેશને ઝડપથી શાક માર્કેટ બનાવવા રજુઆત કરી છે જો શકય ન હોય તે ત્યા સુધી વેપારીઓને શાક માર્કેટમાં બેસવા દેવા રજુઆત કરવામાં આવી છે.