પોરબંદર નજીકના વડાળાનો યુવાન માત્ર દોઢ વીઘા જમીનમાં શાકભાજી વાવીને ખુબ સારી એવી આવક મેળવે છે,મહત્વની બાબત એ છે કે તે પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે.
પોરબંદરના વડાળામાં યુવા ખેડુત પ્રાકૃતિક ખેતીથી દોઢ વિધા જમીનમાં શાકભાજીના ઉત્પાદનથી અઢળક આવક મેળવે છે. આઘુનિક સમયમાં કેન્સર સહિતની જીવલેણ બિમારીઓથી બચવા લોકો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કઠોળ અને શાકભાજી ખોરાકમાં ઉપયોગ કરે છે.જેથી પ્રાકૃતિક શાકભાજીની માંગ બજારમાં વધતા યુવા ખેડુતને ઉંચા ભાવ મળે છે.
પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાના વડાળા ગામે રહેતા યુવા ખેડુતે ઉનાળુની સિઝનમાં દોઢ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કર્યુ છે.ગુજરાત રાજયના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સમ્રગ રાજ્યમા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે તેમના સરાહનીય કાર્યથી અનેક યુવા ખેડુતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે.પોરબંદર જિલ્લાના કુતિયાણા નજીક વડાળા ગામે રહેતા યુવા ખેડુત બાલુભાઇ ફોગાભાઇ ઓડેદરા પણ રાજ્યપાલની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેમના જણાવ્યા મુજબ તેઓ દસ વિઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે, અને પાંચ ગૌવંશ તેમની પાસે છે.ગૌવંશ આઘારીત ખેતી કરવાથી તેઓને અનેક પ્રકારે લાભ થયો છે.ખેતી કાર્યમાં થતા જંતુનાશક દવામાં અઢળક ખર્ચની બચત થવાની સાથે તેમની જમીન ફળદ્રુપ બની છે. આધુનિક સમયમાં કેમિકલયુક્ત દવા ખાતરોના ઉપયાથી ઉત્પાદિત થયેલ ખોરાકમાં લેવાતા કઠોળ અને શાકભાજીના કારણે થતી કેન્સર સહિતની ભયંકર બિમારીઓમાંથી મુક્તિ મળી છે.પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રોજિંદા ખોરાક માટે ઘરના જ કઠોળ અનાજ અને તાજા લીલા શાકભાજી મળતા હોવાથી ગંભીર પ્રકારની બિમારીઓ માથી મુક્તિ મળે છે. અને જમીન ફળદ્રુપ હોવાના કારણે ઓછા ખર્ચે સારૂ એવું ઉત્પાદન થાય છે.પ્રાકૃતિક ખેતી કરનાર ખેડુત બાલુભાઇ ઓડેદરાએ તેમની જમીનમા હાલ ઉનાળુ વાવેતરમાં દોઢ વિઘા જમીનમાં શાકભાજીનું વાવેતર છે. ગુવાર, ગલકા, તુરીયા, જમુખડા, ચિભડા અને ૧૦૦ પપૈયા, ૪૦૦ ડ્રેગનનું વાવેતર કર્યુ છે.આમ, ઉનાળામાં ઓછા પાણીના ઉપયોગથી પ્રાકૃતિક ખેતીથી અઢળક શાકભાજીનું ઉત્પાદન કરી યુવા ખેડુત બાલુભાઇ ઓડેદરા સારી એવી આવક મેળવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech