પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અને જાળવણી માટે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કરી હતી. ટ્રસ્ટમાં કુલ 15 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પૈકી એક ટ્રસ્ટી અયોધ્યા રાજવંશ સાથે સંકળાયેલા છે. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, તેમનો ભગવાન રામ સાથે ઊંડો સંબંધ છે. એક સમયે, આ વંશના સભ્યો અયોધ્યા શહેરનો વહીવટ ચલાવતા હતા, પરંતુ સમયની સાથે આ પરંપરા સમાપ્ત થઈ ગઈ. પરંતુ રામ મંદિર નિર્માણની જવાબદારી ફરી એકવાર તેમના ખભા પર આવી ગઈ છે. કહેવાય છે કે બાબરી ધ્વંસ બાદ વિમલેન્દ્રએ પોતાના ઘરેથી રામલલ્લાની મૂર્તિ મોકલી હતી.
અયોધ્યા વંશના રાજા દર્શન સિંહની વંશાવલીમાં, સ્વર્ગસ્થ રાણી વિમલા દેવીના બે પુત્રો છે, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા અને શૈલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા. જેમ જેમ વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા મોટા થયા, તેમને આ વંશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી અને તેઓ અયોધ્યા રાજા તરીકે જાણીતા થયા. આજે પણ અયોધ્યાના લોકોમાં 'રાજા સાહેબ' તરીકે ઓળખાય છે. વિમલેન્દ્ર ડૉ. રામ મનોહર લોહિયાના વિચારોથી પ્રેરિત અયોધ્યામાં શરૂ થયેલા મહત્વપૂર્ણ 'રામાયણ-મેળા'ની સમિતિના ટ્રસ્ટી મંડળના સભ્ય છે. તેઓ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારની 'હેરિટેજ સ્કીમ'ની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે પણ ચૂંટાયા છે, જે પ્રવાસન અને ઐતિહાસિક ઈમારતોના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે.
વિમલેન્દ્ર મિશ્રાએ બસપાની ટિકિટ પર ફૈઝાબાદ સંસદીય બેઠક પરથી 2009ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. તેમને કોંગ્રેસના નિર્મલ ખત્રીએ પરાજય આપ્યો હતો, ત્યારપછી તેઓ રાજકારણથી દૂર થઈ ગયા હતા. જો કે એક સમયે અયોધ્યાના આ રાજવી પરિવારને કોંગ્રેસ પાર્ટીની નજીક માનવામાં આવતું હતું.
અયોધ્યા રાજવંશમાં ઘણી પેઢીઓ પછી જન્મેલા પ્રથમ પુરુષ વારસદાર વિમલેન્દ્ર મિશ્રા હોવાથી તેમનું બાળપણ કડક સુરક્ષામાં વીત્યું હતું. કારણે તે પહેલા રાજવંશ દતક લીધેલા પુત્રોને વિરાસત સોંપીને ચલાવવામાં આવતો હતો. તેમની સુરક્ષાનું એટલી હદે ધ્યાન રાખવામાં આવ્યું કે તેમના માતા વિમલા દેવીએ તેમને બહાર ભણાવવાને બદલે સ્થાનિક શાળામાં મોકલ્યા હતા. આટલું જ નહીં, પરંતુ જ્યાં સુધી તેમની ઉંમર 14 વર્ષ ન થઈ ત્યાં સુધી તેમને તેમની ઉંમરના છોકરાઓ સાથે રમવાની મંજૂરી પણ ન હતી. એટલું જ નહીં, જ્યારે તેમણે બસપામાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો ત્યારે તેની માતા વિમલા દેવી તેમના આ નિર્યણના વિરુદ્ધ હતા.
વિમલેન્દ્ર મિશ્રાના નાના ભાઈ શૈલેન્દ્ર મોહન મિશ્રા અયોધ્યાની સાકેત કોલેજની મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ છે. વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના પુત્ર યતીન્દ્ર મોહન પ્રતાપ કવિ છે અને તેમણે વિવિધ ભારતીમાં સેવા પણ આપી છે. વિમલેન્દ્ર તેમની માતા વિમલા દેવીના નામે ચાલતી સામાજિક સંસ્થા 'વિમલા દેવી ફાઉન્ડેશન ટ્રસ્ટ' ના કાર્યકારી અધ્યક્ષ છે. આ સંસ્થા રાષ્ટ્રીય સ્તરે સાહિત્ય, સંગીત અને કલાના પ્રચાર માટે કામ કરે છે અને અયોધ્યાથી એક સમાવિષ્ટ સંસ્કૃતિના નિર્માણ તરફ કામ કરી રહ્યા છે.
રામ મંદિર આંદોલન દરમિયાન તત્કાલીન મંત્રી પીઆર કુમારમંગલમ રાજા વિમલેન્દ્ર પ્રતાપ મિશ્રાના સંપર્કમાં હતા. વિવાદિત સ્થાપત્યને તોડી પાડ્યા બાદ વિમલેન્દ્ર પ્રતાપ સિંહના ઘરેથી રામલલ્લાની પ્રતિમા લાવવામાં આવી હતી. આ પહેલા રામલલ્લાની મૂર્તિ તેમના ઘરમાં બનેલા મંદિરમાં બિરાજમાન હતી. રામ મંદિરમાં મૂર્તિ પહોંચ્યા બાદ તત્કાલીન કલ્યાણ સિંહ સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી હતી. અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે રામ મંદિર બનાવવા માટે ટ્રસ્ટની જાહેરાત કરી હતી. આ સાથે કેન્દ્ર સરકારે તેના કબજામાં રહેલી 67.703 એકર જમીન પણ ટ્રસ્ટને સોંપી દીધી છે. ટ્રસ્ટી તરીકે વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાએ કેન્દ્ર સરકાર પાસેથી જમીનના માલિકી હક મેળવ્યા હતા. કમિશનર દ્વારા તેના દસ્તાવેજો વિમલેન્દ્રને સોંપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech