BREAKING NEWS

કઠોળ, શાકભાજી અને તેલથી માંડીને બધું જ થયું મોંઘુ : સાાહિક મોંઘવારીના આંકડામાં ખુલાસો

  • September 23, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ફુગાવો લોકોને ભારે અસર કરી રહ્યો છે, જેના કારણે તેમના રસોડાના બજેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માત્ર એક અઠવાડિયામાં, તેલ, કઠોળ, ડુંગળી અને અન્ય ખાધ ચીજોના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.જેનાથીમ મધ્યમવર્ગ માટે બે છેડા ભેગા કરવા અતિશય મુશ્કેલ બની રહ્યું છે.
ફુગાવાનો દર સતત વધી રહ્યો છે. ફુગાવામાં વધારો મુખ્યત્વે ઈરાન–યુએસ યુદ્ધને કારણે થયો હતો. આ કારણે, લોકોના રસોડાના બજેટ હજુ પણ ખોરવાઈ રહ્યા છે. ખાધ પદાર્થેાના ભાવ એટલા ઝડપથી વધી રહ્યા છે કે ગયા અઠવાડિયામાં જ બજેટ પર નોંધપાત્ર અસર પડી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, રસોઈ તેલ, તુવેરની દાળ અને ડુંગળી જેવી દૈનિક આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. કેટલાક લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application