ગૌણ સેવા મંડળની પરિક્ષા પાસ કરાવી દેવાનું કહી બગસરાની યુવતી હસ્તકના સંપર્ક કરી પરિચિતો સાથે તેમજ યુવતીને દાવત સોડાની એજન્સી ભાગમાં લેવાનું કહી ૯૦ લાખની છેતરપીંડી આચરવામાં આવતા બગસરા પોલીસે મહિલા સહીત ત્રણ સામે ફરિયાદ નોંધી છે.
બગસરાના ગોકુળપરા સરકારી દવાખાના પાછળ રહેતા સાધનાબેન ભગવાનભાઇ દોંગા (ઉ.વ.૩૦) નામની યુવતીએ બગસરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં અશોક સામત બાબરીયા (રહે.બગસરા નદીપરા), ભાવના હસમુખ ભટ્ટ (રહે.મુળ બગસરા), મનોજ વિનોદરાય કારેલીયા (રહે.બગસરા)ના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં હત્પં મેઘાણી હાઈસ્કૂલમાં પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરતી હતી ત્યારે સેવાસેતુનો કાર્યક્રમ હતો દરમિયાન અશોક બાબરીયા સાથે મુલાકાત થઇ હતી અને તેને મને કહ્યું હતું કે, હામાપુર કૌશલ્યવર્ધન કેન્દ્રમાં ૧૧ મહિના કોન્ટ્રાકટ બેજમાં છોકરા છોકરીઓની નોકરી માટે જર છે એમ વાત કર્યા બાદ અશોકભાઈનો મને વારંવાર ફોન આવતો હતો અને કહયું હતું કે, હત્પં વિસાવદર ટૌકા પંચાયતમાં ઓફિસર છું અને મારા પત્ની જૂનાગઢની બહાઉદીન કોલેજમાં પ્રોફેસર છે, મારા મામા ગાંધીનગરમાં કમિશનર છે, જેથી હત્પં ગૌણ સેવા પસંદગી મંડળની તમામ જગ્યાઓની પરીક્ષા પાસ કરાવું છું. અને કોઈને પરીક્ષા પાસ કરવાની હોઈ તો મારો કોન્ટેકટ કરાવજો આથી જેતપુર રહેતા પરિચિત બ્રિજેશભાઈને અશોકનો કોન્ટેકટ કરાવ્યો હતો અને બ્રિજેશએ મને બે લાખ આપ્યા હતા એ મેં અશોકને આપ્યા હતા. આમ જુદા જુદા મારા પરિચિતને નોકરીનું કહી પરિચિતોએ તેના લાગતા વળગતાઓને કહી આમ ૧૫જેટલા લોકોએ અશોક અને તેની પત્ની ભાવનાને ૨ થી પાંચ લાખ પિયા આપ્યા હતા.
આ દરમિયાન મારા માતાને કેન્સરની બીમારી હતી ત્યારે ભાવના ભટ્ટ મારા ઘરે આવ્યા હતું અને મને કહ્યું હતું કે, તમારા મમ્મીને કેન્સરની બીમારી થયેલી છે તો આપણે દાવત સોડાની પાંચ જિલ્લાની એજન્સી લઈએ જેમાં આપણે ટેન્ડર ભરવું પડશે. એજન્સીનું સંચાલન હત્પં ને મનોજભાઈ કરીશું રોકાણ તમે કરજો જેમાં ૫૦ –૫૦ ટકા ભાગીદારી રહેશે આમ નક્કી થતા મેં વિવિધ મંડળી માંથી લોન અને મારા ભાભીના ઘરેણાં ઉપરાંત સગા સબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઇ .૩૦ લાખ ભાંવના અને મનોજને આપ્યા હતા જે અંગે અશોકને પણ જાણ હતી. બાદમાં કોઈ વળતર ન મળતા પૈસાની ઉઘરાણી કરતા આ લોકો પૈસા આપતા નહોય આથી મારી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત થયાનું લાગતા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે અશોક બાબરીયા, મનોજ કારેલીયા અને ભાવના હસમુખ ભટ્ટ સામે આઇપીસી ક.૪૨૦, ૪૦૬, ૫૦૪, ૫૦૭, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech