BREAKING NEWS

કોટડાસાંગાણીમાં 17 વર્ષની ભત્રીજી પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું: રસ્તામાં આંતરી અવાવરૂ સ્થળે ઉઠાવી જઈ કુકર્મ કર્યું

  • May 20, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોટડાસાંગાણી પંથકની 17 વર્ષીય સગીરા પર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યાની સમાજને શર્મશાર કરતી ઘટના બની છે. બનાવને લઇ લોધિકા પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધી નરાધમને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.


દુષ્કર્મના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડાસાંગાણી તાલુકાના એક ગામે રહેતી 17 વર્ષીય સગીરાએ લોધીકા પોલીસ મથકે આપેલી ફરિયાદમાં આરોપી તરીકે કૌટુંબીક કાકા અનિલનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના કૌટુંબીક કાકા પણ અહીં ઘર નજીક જ રહે છે. ગત તા.12-5-2026ના રોજ બપોરના સમયે સગીરા પોતાના ઘરેથી નજીકમાં આવેલી કરિયાણાની દુકાને છાસ લેવા જઈ રહી હતી. દરમિયાન રસ્તામાં કૌટુંબીક કાકા અનિલ ધસી આવ્યો હતો. સગીરાને રસ્તામાં આંતરી બળજબરીપૂર્વક ગામ નજીક આવેલ ચેકડેમ પાસે ઉઠાવી ગયો હતો. અહીં સગીરા ઉપર કૌટુંબિક કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ચેકડેમ પાસે મુકી આરોપી નાશી ગયો હતો.


બનાવ બાદ સગીરા ઘરે પહોંચી માતા-પિતાને આપવીતી વર્ણવી હતી. દીકરીની આપવીતી જાણી માતા-પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. જે બાદ પરિવારજનો સગીરા સાથે લોધીકા પોલીસ મથકે દોડી ગયા હતાં અને ફરિયાદ નોંધાવી હતી. જે મામલે લોધીકા પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કીશોરી પર દુષ્કર્મ આચનાર અનિલ (ઉ.વ.26 )ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application