મુંગણી ગામના શખ્સ સામે ફરીયાદ : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
લાલપુર તાલુકાના મેમાણા ગામમાં ખેડૂત યુવાનને માર મારી તેની પત્નીનું બળજબરીપૂર્વક અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ મુંગણી ગામના એક શખ્સ સામે પોલીસમાં નોંધાવવામાં આવતા લાલપુર પોલીસ દ્વારા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે આ બનાવે મેમાણા ગામમાં ચકચાર જગાવી છે.
લાલપુર તાલુકાના મેમાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા યુવરાજસિંહ નાનભા જાડેજા નામના ૪૦ વર્ષના ખેડૂત યુવાને પોતાના ઘરમાં ઘૂસી જઇ પોતાને માર મારવા અંગે તેમજ પોતાની પત્નીને ઉઠાવી જવા અંગે પોતાના કુટુંબી જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા ભગીરથસિંહ ઉર્ફે લાલો દીલુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
તા. ૨૬ના આ બનાવ બન્યો હતો ફરીયાદી યુવાને લાલપુર પોલીસમાં જાહેર કર્યા મુજબ ફરીયાદીના રહેણાંક મકાને આરોપી ભગીરથસિંહે ગેરકાયદે પ્રવેશ કરીને ફરીયાદીના પત્નીને ભગાડીને લઇ ગયો હતો તેમજ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. આ બનાવ બાદ યુવાન દ્વારા આ અંગે અન્ય પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. અને મામલો લાલપુર પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યો હતો. ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application