BREAKING NEWS

નાફેડની મગફળી ખરીદીમાં ગોલમાલ, ખરાઇ કરવા જતા ખેડૂત સાથે મારકૂટ

  • December 01, 2025 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના બિલિયાળા ગામે નાફેડની મગફળી ખરીદીમાં ગોલમાલ થતી હોવાની શંકાએ માથાકૂટ થઈ હતી બાદમાં આ મામલે ખેડૂત ઉપર હુમલો કરાયો હતો. જે અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા સમક્ષ ગુનો નોંધવાની માગ સાથે જીગીશા પટેલ અને આપ દ્વારા રજુઆત કરાઈ હતી.


ગોંડલના મોવીયા ગામે રહેતા વિમલભાઈ સોરઠીયાએ રાજકોટ એસપીને કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે, ગઈ તા. ૨૯ ના સવારના સમયે બાઈકની સર્વિસ કરાવવા ગોંડલ આવ્યા હતાં. દરમિયાન તેમના કૌટુંબિક ભાઈ ચંદ્રેશભાઈનો ફોન આવ્યો હતો કે, બીલીયાળા ગામે નાફેડ કેન્દ્ર ઉપર મગફળીની ખરીદી થઈ રહેલ છે ત્યાં વજનમાં ગળબળ થતી હોય તેવી શંકા છે.


જેથી તેઓ અન્ય લોકો સાથે બિલીયાળા ગામે નાફેડ કેન્દ્ર પર મગફળીની ખરીદી થઈ રહેલ હતી ત્યાં જતા ત્યાં ખેડૂતો હાજર હતા. ત્યાં હાજર ચંદ્રેશભાઈ સોરઠીયાએ કહેલ કે, મારી મગફળી લેવાય ગયેલ છે, પરંતુ આ કેન્દ્રમાં મગફળીના વજનમા 200 થી 300 ગ્રામ પર કોથળો વધારે જતો હોય તેવી શંકાઓ લાગે છે. જેથી તેઓ પગપાળા ચાલીને આંટો મારવા નીકળેલ અને અન્ય ખેડૂતોને મળીને વાતચીત કરતાં તેઓએ પણ વજનમાં ફેરફાર રહેતો હોવાની શંકા કરેલ હતી.


જેથી તેઓ પોતાના મોબાઈલમાં વીડિયો શુંટીંગ કરવા લાગતા તેમાંથી એક ભાઈએ મોબાઈલ ઝુંટવી લીધેલ હતો. તેઓએ એક બાજુ જતાં રહેવાનું કહેતાં મોબાઈલ પરત કરી દિધો હતો. તે દરમિયાન અન્ય ખેડૂતો પણ આવી ગયા અને કહેલ કે તમે આ બધુ રહેવા દો, આ બધાની ગેંગ છે આપણું કશું નહીં આવવા દે, જેથી તેઓએ જીગીશા પટેલને જાણ કરી હતી. ત્યાં રહેલ કોન્ટ્રાક્ટર કહેવા લાગેલ કે, જો તમે કોઈપણ ને આ વિશે વાત કરશો તો તમારી મગફળી રિજેક્ટ કરી ખરીદી કરવામાં નહીં આવે તેવી ધમકી આપી હતી.


જે બાદ જીગીશા પટેલે સેન્ટરની મુલાકાત લીધેલ અને પોતાના આઈડી પર સમગ્ર ઘટના રેકોર્ડ કરેલ હતું. ત્યારબાદ જીગીશાબેન મગફળી કેન્દ્ર પરથી જતા રહેલ અને તેઓને ચારથી પાંચ શખ્સોએ આવીને તેઓ પાસેથી મોબાઇલ તેમજ બાઇકની ચાવી ઝુંટવી લીધેલ અને કહેલ કે, સમજી વિચારીને વાત કરજે નહિતર ગણેશભાઈએ રાજકુમાર જાટ સાથે કરેલ છે, તેવું તારી સાથે પણ કરીશું.કહી મારામારી કરી હતી.આ મામલે આમ આદમી પાર્ટી અને ખેડૂતોએ રાજકોટ એસપીને રજૂઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application