ધોરાજીના ઝાંઝમેરમાં ભત્રીજા સહિતનાએ ધોકા, પાઇપથી હુમલો કરી ખેડૂતનો પગ ભાંગી નાંખ્યો

  • June 11, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ધોરાજીના ઝાંઝમેર ગામમાં ધિરાણના રૂપીયા મામલે પટેલ ખેડૂત આધેડ પર ભત્રીજા સહિતના શખસોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી તેમનો પગ ભાંગી નાંખ્યો હતો. ધીરાણ રૂપિયા બાબતે થયેલી માથાકૂટ સબબ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે આધેડની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતાં ભરતભાઈ ઉર્ફે હકાભાઈ વાલજીભાઈ વાછાણી (ઉ.વ.૪૮) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પોતાના ભત્રીજા ધર્મીન લલિત વાછાણી અને દિવ્યેશ નિતીન હાંસલીયા, મૌલિક નિતીન હાંસલીયા અને કેવિન રતી હાંસલીયા (રહે, તમામ ઝાંઝમેર ધોરાજી) ના આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તા.૦૯/૦૬/૨૦૨૫ ના સાંજના સમયે તેમને ભત્રીજા ધર્મીનનો ફોન આવ્યો હતો કે, તમે ક્યાં છો તો હું ત્યાં આવુ છુ, ફરીયાદીએ કહ્યું હતું કે, હું બસ સ્ટેન્ડે પંચરની દુકાને જ બેઠો છુ. અડધી કલાક બાદ તેમનો ભત્રીજો ધર્મીન કાળા કલરની કાર લઈને આવ્યો હતો અને નીચે ઉતરી ગાળાગાળી કરવા લાગેલ હતો. તે દરમિયાન ગાડીમાંથી ગામનો દિવ્યેશ હાંસલીયા, મૌલીક હાંસલીયા તથા કેવિન હાંસલીયા ધોકા લઇ નીચે ઉતરી કહેવા લાગેલ કે, આજે આને પુરો કરી દેવો છે, અને મારી નાખવો છે, તેમ કહી ધોકાવડે અને ઢીકાપાટુનો મારમાર્યો હતો. દરમિયાન લોકો એકત્ર થતા આરોપી નાસી ગયા હતાં. બાદમાં આધેડને પ્રથમ ધોરાજી બાદમાં વધુ સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતાં.જયા તેમને પગમાં ફ્રેકચર થયાનું નિદાન થયું હતું.



ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમના ભત્રીજા ધર્મીન વાછાણીએ પાંચ દિવસ ૫હેલા ધીરાણના રૂપીયા માંગેલ હોય જે રૂપીયા આપવાની ના પાડતાં જેનો ખાર રાખી હુમલો કર્યો હતો. આ અંગે આધેડની ફરિયાદ પરથી ધોરાજી તાલુકા પોલીસે ચારેય આરોપીઓે સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application