બનારસ, ગૌહાટી, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન આગ્રાફોર્ટને બદલે ઇદગાહ સ્ટેશને ઉભી રહેશે

  • June 16, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ઉત્તર મધ્ય રેલવે દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર, ટેકનિકલ કારણોસર રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બનારસ, ગૌહાટી અને કામખ્યા એક્સપ્રેસ આ ૩ જોડી ટ્રેનો જુલાઈ અને ઓગસ્ટ માસમાં જણાવેલ તારીખોએ આગ્રા ફોર્ટને બદલે તેની પાસેના ઈદગાહ સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનોમાં ૧) ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા- બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. ૩૧. ૦૭. ૨૦૨૫થી આગ્રા ફોર્ટને બદલે તેની પહેલાના ઈદગાહ સ્ટેશન પર ૧૪.૫૦ વાગ્યે આવશે અને ૧૫.૦૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૨૨૯૭૦ બનારસ- ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ તા. ૦૨.૦૮.૨૦૨૫થી આગ્રા ફોર્ટને બદલે તેના પછી આવતા ઈદગાહ સ્ટેશન પર ૦૭.૩૫ વાગ્યે આવશે અને ૦૭.૪૦ વાગ્યે ઉપડશે.

૨) ટ્રેન નંબર ૧૫૬૩૫ ઓખા- ગુવાહાટી એક્સપ્રેસ તા. ૦૧. ૦૮. ૨૦૨૫થી આગ્રા ફોર્ટને બદલે તેની પહેલાના ઈદગાહ સ્ટેશન પર ૧૨.૪૦ વાગ્યે આવશે અને ૧૨.૫૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૫૬૩૬ ગુવાહાટી- ઓખા એક્સપ્રેસ તા. ૦૪. ૦૮. ૨૦૨૫થી આગ્રા ફોર્ટને બદલે તેના પછીના ઈદગાહ સ્ટેશન પર ૨૩.૪૦ વાગ્યે આવશે અને ૨૩.૪૫ વાગ્યે ઉપડશે.

૩) ટ્રેન નંબર ૧૫૬૬૭ ગાંધીધામ- કામાખ્યા એક્સપ્રેસ તા. ૦૨. ૦૮. ૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે તેની પહેલાના ઈદગાહ સ્ટેશન પર ૧૨.૪૦ વાગ્યે આવશે અને ૧૨.૫૦ વાગ્યે ઉપડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૫૬૬૮ કામાખ્યા- ગાંધીધામ એક્સપ્રેસ તા. ૩૦. ૦૭. ૨૦૨૫ થી આગ્રા ફોર્ટને બદલે તેના પછીના ઈદગાહ સ્ટેશન પર ૨૩.૪૦ વાગ્યે આવશે અને ૨૩.૪૫ વાગ્યે ઉપડશે.

ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application