જીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા

  • June 16, 2025 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં વર્ષોથી જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક ઉદ્યોગકારોનો ટેકસ બાકી છે, અગાઉ મહાપાલિકા અને ઉદ્યોગકારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું,

ત્યારબાદ સમાધાન થવા છતાં પણ ઉદ્યોગકારોએ ટેકસ ભર્યો ન હતો, આખરે ટેકસ વિભાગના આસી. કમિશ્નર જીગ્નેશ નિર્મલ તેમજ ટેકસ ઓફીસર વિજય ભાંભોર મહાપાલિકાની ટેકસ વિભાગની ટીમ આજે જીઆઇડીસી વિસ્તારમાં ગઇ હતી અને ટેકસ ઉઘરાવવાની શરૂઆત કરી હતી અને કેટલાક કારખાનેદારોએ સ્થળ ઉપર જ બાકી રહેતી રકમ આપી દીધી હતી.
​​​​​​​આ લખાય છે ત્યારે જામ્યુકોની ટીમ દ્વારા કડક ઉઘરાણી થઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News