ખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ

  • June 16, 2025 05:20 PM 


રાજ્યના જુદા-જુદા ભાગોમાં શનિવારે વરસી ગયેલા ધોધમાર વરસાદ તેમજ હવામાન વિભાગ દ્વારા વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે ખંભાળિયા શહેર તથા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં ગઈકાલે રવિવારે સવારના સમયે કેટલાક વિસ્તારોમાં હળવા અમી છાંટણા વરસ્યા હતાં. કેટલાક ગામડાઓમાં અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો છે જયારે કાલાવડ તાલુકાના નવાગામમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાનો અનુભવ કરાઈ રહ્યો છે.


તે વચ્ચે ખંભાળિયામાં છેલ્લા બે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે. ગુરૂવારે જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે જયારે ગુંદા અને પાછતરમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડયો છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા સહિત જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે બપોરના સમયે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જેમાં ખંભાળિયા તાલુકાના લાલપરડા, લાલુકા, જુની ફોટ તેમજ ભાણખોખરી સહિતના જુદા-જુદા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી જતા અનેક સ્થળોએ પાણી ચાલી નીકળ્યા હતાં. આટલું જ નહીં, નાના ચેક ડેમોમાં પણ નવા પાણીની વિપુલ આવક થવા પામી 
અનુ. પાના નં. ૬ પર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News