ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત: ૧૪ મુસાફરોનાં મોત, ૮૪ ઘાયલ
ઇન્ડોનેશિયાના જકાર્તામાં બે ટ્રેનો વચ્ચે ભયંકર અકસ્માત: ૧૪ મુસાફરોનાં મોત, ૮૪ ઘાયલ
April 28, 2026 11:22 AM
ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં કાસી તૈમુર સ્ટેશન પર કોમ્યુટર લાઇન ટ્રેન અને લાંબા અંતરની ડીઝલ ટ્રેન વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧૪ મુસાફરોના મોતની પુષ્ટ્રિ થઈ છે. આ અકસ્માતમાં ૮૪ અન્ય ઘાયલ થયા છે. સરકારી માલિકીની રેલ્વે કંપની એએઆઈના પ્રવકતા ફ્રાનોટો વિબોવોએ ઘટનાસ્થળે કોમ્પાસ ટીવીને જણાવ્યું હતું કે કાટમાળમાંથી પીડિતોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે, જેમાં સૈન્ય, ફાયર વિભાગ અને રાષ્ટ્ર્રીય શોધ અને બચાવ એજન્સીની મદદથી મદદ મળી રહી છે. ઘણા સ્થાનિક મીડિયા અહેવાલોને ટાંકીને, સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે આ ટક્કર જકાર્તાથી આશરે ૨૫ કિલોમીટર (૧૫ માઇલ) દૂર સ્થિત બેકાસી તૈમુર સ્ટેશન નજીક થઈ હતી.કોમ્યુટર લાઇન ટ્રેન ટ્રેક ૧ પર ઉભી હતી અને પૂર્વ તરફ સિકામપેક તરફ જઈ રહી હતી. તેના થોડા સમય પછી, પશ્ચિમ તરફથી આવતી લાંબા અંતરની ટ્રેન તે જ ટ્રેક પર ઘૂસી ગઈ અને કોમ્યુટર લાઇન ટ્રેન સાથે સામસામે અથડાઈ ગઈ. સ્થાનિક મીડિયા આઉટલેટસે ઘટનાસ્થળે હાજર એક મુસાફરને ટાંકીને ઘટનાની વિગતો આપી. મુસાફરે જણાવ્યું કોમ્યુટર લાઇન ટ્રેનનો પાછળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. અધિકારીઓએ અમને તાત્કાલિક બહાર કાઢા.આર્ગેા બ્રોમો અંગ્રેક લાંબા અંતરની ટ્રેન બેકાસી તૈમુર સ્ટેશન પર ઉભી રહેલી પેસેન્જર ટ્રેનના પાછળના ડબ્બા સાથે અથડાઈ હતી. આ ચોક્કસ ડબ્બો ફકત મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યો હતો. રેલ્વે અધિકારીઓએ પુષ્ટ્રિ આપી છે કે આર્ગેા બ્રોમો અંગ્રેક ટ્રેનમાં સવાર ૨૪૦ મુસાફરો સુરક્ષિત છે. જકાર્તા પોલીસ વડા એસેપ આદી સુહેરીએ ઘટનાસ્થળે પત્રકારોને જણાવ્યું હતું કે પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર ફરતા સ્થાનિક ટેલિવિઝન ફટેજ અને વીડિયોમાં સ્ટેશન પર મુસાફરો ગભરાટની સ્થિતિમાં દેખાય છે. રેલ અકસ્માતની જાણ થતાં, ડઝનબધં લોકો તેમના પરિવારના સભ્યોની સુખાકારી તપાસવા માટે સ્ટેશન તરફ દોડી ગયા હતા. દરમિયાન, રાય સંચાલિત રેલ્વે કંપનીએ ઘટના અંગે મુસાફરોને માફી માંગી છે.