ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના એક કેસમાં છેલ્લ ા ૫ મહિનાથી પોલીસને થાપ આપી નાસતા–ફરતા બે આરોપીઓને રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોંડલના સેન્ટ્રલ ચોક પાસેથી ઝડપી પાડા છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિ રાય અને રાજકોટ ગ્રામ્ય એસપી વિજય સિંહ ગુર્જર દ્રારા ગુનાઓમાં નાસતા–ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે એલસીબી પીઆઈ જે.પી. રાવ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે મળેલી સચોટ માહિતીના આધારે ગોંડલ સેન્ટ્રલ ચોક ખાતેથી બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ વિજયભાઇ મનશુખભાઇ રાણપરા (ઉં.વ. ૫૯, ધંધો– સોનીકામ) આનદં વિજયભાઇ રાણપરા (ઉં.વ. ૨૬, ધંધો– સોનીકામ) (બંને રહે. શાક્રીનગર, જેતપુર રોડ, ગોંડલ–ભાડેથી)ગોંડલ સીટી પોલીસને સોંપાયા હતા. આરોપીઓ સામે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાયસંહિતા ૨૦૨૩ની કલમ–૩૧૬(૨) અને ૫૪ મુજબ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો હતો. ધરપકડથી બચવા માટે તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા અને છેલ્લ ા ૫ મહિનાથી ફરાર હતા. એલસીબી ટીમે બંને આરોપીઓને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે