યુવતી સાથે શારીરિક અડપલાં કરનાર રાજકોટ આઈ.ટી અધિકારી સામે ગુનો દાખલ કરવા નારી સુરક્ષા સમિતિની પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. બેટી બચાવો, નારી સુરક્ષા, ક્રી સશકિતકરણની વાતો વચ્ચે કેન્દ્ર સરકારની કચેરીમાં નારી સલામત નથી. આ બાબતે જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) પ્રમુખ હેમાબેન કક્કડ, ઉપપ્રમુખ મનીષાબા વાળા, મંત્રી હિરલબેન રાઠોડ જણાવે છે કે રાજકોટ એ સૌરાષ્ટ્ર્રનું પાટનગર સમાન શહેર છે. રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે. ત્યારે માતા પિતા પોતાની લાડકવાયી દીકરીને રાજકોટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અથવા નોકરીઓ માટે મોકલતા હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં રોડ રોમિયો અને લુખ્ખાગીરી આવારા તત્વોનો ત્રાસ એ ફકત રસ્તા પરનહીં કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કેમ્પસમાં નહીં પરંતુ કેન્દ્ર સરકારની કચેરીઓમાં પણ આવા લુખ્ખાઓ અને રોમિયોગીરી કરનારા તત્વોનો અડીંગો હોય એવું જણાય છે.
રેસકોર્સ રીંગરોડ પર આવેલ ઇન્કમટેકસ કચેરીના ત્રીજા માળે ડેટા ઓપરેટર યુવતીની અધિકારી દ્રારા શારીરિક અડપલાં કરી બીભત્સ માગણી કરી હોવાનું પ્રકાશમાં આવેલ છે. અને આ મામલો ચીફ કમિશનર સુધી પહોંચેલ છે ત્યારે રાજકોટ શહેર પોલીસ આ અંગે ચીફ કમિશનર અને અધિકારીઓના નિવેદનો નોંધી ત્રીજા માળના સીસી ફટેજ મેળવી પોલીસ જાતે ફરિયાદી બની જવાબદાર આઈ.ટી અધિકારી સામે એફઆરઆઈ નોંધી ગુનો દાખલ કરે.
ભૂતકાળમાં રાજકોટ શહેર અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મોટર કારના કાચ ફોડનારા નબીરાઓને દોરડા બાંધી મહિલા કોલેજથી કિસાનપરા ચોક સુધી કુકડા બનાવેલ હતા અને રોમિયોગીરી કરનારા સામે પણ પોલીસે ઊઠ બેસ કરાવી ધોકા રેડ કરેલ છે. તો આ કિસ્સામાં પણ રોમિયોગીરી કરનારા અધિકારી ની આઇ.ટી કચેરી સામે ઊઠ બેસ કરાવે એવી જિલ્લા નારી સુરક્ષા સમિતિ વતી અમારી માંગ છે
રાય સરકાર અને કેન્દ્ર સરકાર બેટી બચાવો, નારી સુરક્ષા, ક્રી સશકિતકરણ ની ગુલબાંગો ફેંકે છે ત્યારે મહિલાઓ પરના અત્યાચારો અને યુવતીઓ પરના દુષ્કર્મની ઘટનાઓ રોજિંદી બની છે. જે ગુજરાત સરકારના અને પોલીસ તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે.
આજથી સ્કૂલ કોલેજો શ થઈ રહી છે ત્યારે શહેરની ગલ્ર્સ સ્કૂલો અને શહેરની મહિલા કોલેજની આસપાસ પોલીસ રોમિયોગીરી અને લુખ્ખાગીરી કરનારાને સબક શીખવાડે એવી જિલ્લા નારી સુરક્ષા સમિતિની માંગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech