અંતે નટવરસિંહજી ઉદ્યાન ખાતે મોબાઇલ ટોયલેટવાનની થઇ વ્યવસ્થા

  • May 01, 2025 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર શહેર મધ્યે આવેલા ખીજડીપ્લોટમાં કરોડો ‚પિયાના  ખર્ચે મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ગાર્ડન બનાવાયો છે અને જે તે સમયે બગીચો બનાવવામાં આવતો હતો ત્યારે શૌચાલય અને યુરિનલ બનાવવાની કામગીરીનો આજુબાજુના રહેવાસીઓએ વિરોધ કરતા તે મેટર કોર્ટ સુધી પહોંચી છે પરંતુ એ સમયના નગરપાલિકાના સત્તાધીશોએ લોકોની સુવિધા અંગે મોબાઇલ ટોયલેટવાન મૂકયુ હતુ. 
પણ મહાનગરપાલિકાનું શાસન આવતા જ તેને દૂર કરી દેવાયુ હતુ ત્યારે યોગપ્રેમીઓએ તેનો નવતર વિરોધ કરીને અવનવા સુત્રો સાથેના બેનર દ્વારા તંત્રને ઢંઢોળવાનો વધુ એક પ્રયાસ કર્યો હતો અને અંતે તંત્રએ ફરીથી ટોયલેટવાનનું પુન: સ્થાપન  કર્યુ છે.
શહેર મધ્યે આવેલા ખીજડીપ્લોટમાં કરોડો ‚પિયાના ખર્ચે મહારાણા નટવરસિંહજી ઉદ્યાનના નામનો બગીચો બનાવવામાં આવ્યો છે.
 આ બગીચો દિવસભર સહેલાણીઓથી ધમધમતો રહે છે. જ્યારે બગીચાનું નિર્માણકાર્ય શ‚ થયુ ત્યારે શૌચાલય અને યુરિનલ બનાવવાની કામગીરી શ‚ થતા આજુબાજુના રહેવાસીઓએ તેનો વિરોધ કર્યો હતો અને આ મુદ્ો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છેે. તેથી ત્યાં શૌચાલય અને યુરિનલ બનાવી શકાયા નથી. 
પોરબંદરની એ સમયની નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીને અહીંયા યોગ કરવા આવતા ભોજેશ્ર્વરપ્લોટ યોગગૃપના જીતેન્દ્રભાઇ મદલાણી અને તેમની ટીમે તેમની પીડા સમજવા માંગ કરી હતી. સવારે મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ અને મોર્નીંગ વોક માટે આવતા લોકોને લઘુશંકા કરવા જવામાં ખુબ મુશ્કેલી વેઠવી પડે છે તેવી રજૂઆત કરતા ડો. ચેતનાબેન તિવારીએ મોબાઇલ ટોયલેટવાનની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. તેથી યોગપ્રેમીઓએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. 
પરંતુ ત્યારબાદ પોરબંદર મહાનગરપાલિકા બનતા જ સરકરી બાબુઓએ મોબાઇલ ટોયલેટવાન દુર કરી દીધુ હતુ અને તેના કારણે ફરીથી લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. આ મુદ્ે ભોજેશ્ર્વર પ્લોટ યોગ ગૃપના સભ્યોએ મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરીને મોબાઇલ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. 
પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને પણ  ‚બ‚ રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા કોઇપણ પ્રકારની નકકર કાર્યવાહી કરવામાં આવી ન હતી.
તેથી  યોગપ્રેમીઓએ કંટાળીને રવિવારે સવારે મહાનગરપાલિકાને ઢંઢોળવા નવતર વિરોધ પ્રદર્શન યોજ્યુ હતુ. જેમાં અલગ-અલગ પ્રકારના  સૂત્રો સાથેના પોસ્ટરો તૈયાર કર્યા હતા. 
તો બીજી બાજુ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલા જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ પણ મ્યુનિસિપલ કમિશ્નરને આ બાબતે રજૂઆત કરી હતી અને અંતે મનપાના તંત્રએ અગાઉ જ્યાં હતુ ત્યાંજ મોબાઇલ ટોયલેટવાન મૂકી દેતા લોકોને વેઠવી પડતી મુશ્કેલીનો હવે અંત આવ્યો છે. હેલ્થ ઓફિસર જગદીશભાઇ ઢાંકી અને તેમની ટીમે ટોયલેટવાનનું પુન: સ્થાપન કરાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application