BREAKING NEWS

અનાજના જથ્થામાં ગેરરીતિ બદલ ૧૫ પરવાનેદારો પાસેથી રૂા.૫.૩૭ લાખથી વધુ દંડ વસૂલાયો

  • July 24, 2026 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અનાજની દુકાનોની તપાસણી સમયે જથ્થામાં વધઘટ જણાતા રાજકોટ જિલ્લ ા પુરવઠા અધિકારી દ્રારા કેસો ચલાવી ૧૫ પરવાનેદારો સામે દંડના હત્પકમો કરવામાં આવ્યા છે. તથા રબારીકા ગામના પરવાનેદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરવા હત્પકમ કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૬ દરમિયાન ખાતારાહ સંબંધિત કેસોમાં નિયમોના ભગં બદલ જિલ્લ ા પુરવઠા તત્રં દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લ ા પુરવઠા અધિકારી અજય ઝાંપડા દ્રારા કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત કુલ ૧૫ પરવાનેદારોને દડં ફટકારવામાં આવ્યો છે, જેમાં કુલ . ૫,૩૭,૭૪૭ની દડં રકમ વસૂલવામાં આવી છે. ઉપરાંત, એક પરવાનેદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ દડં ઉપલેટા તાલુકાના રબારીકા ગામના લમીબેન રામજીભાઈ વારસંકીયા પર . ૩,૫૭,૫૧૦નો દડં લાદવામાં આવ્યો હતો અને તેમનો પરવાનો કાયમી ધોરણે રદ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. અન્ય કેસોમાં જસદણ તાલુકાના હડમતિયા (ખાંડા) ગામના ગોવિંદભાઈ ગોપાલજીભાઈ ચાવ પર . ૮૧,૯૭૩, રાજકોટ તાલુકાના સોખડા ગામના મીનાબેન સંજયભાઈ બાલીયા પર . ૨૪,૪૪૧, જેતપુર શહેરના નાનજીભાઈ રવજીભાઈ વાઘેલા પર . ૧૯,૬૬૧, પડધરીના વિનોદ ગોવિંદભાઈ મુંગલપરા પર . ૧૦,૧૬૨ તેમજ જસદણના સંદીપ રવજીભાઈ હિરપરા પર . ૯,૪૬૬નો દડં ફટકારવામાં આવ્યો છે. ત્રાંબાના પંડા વિરાજ પ્રદીપભાઇને . ૫૬૮૪, જેતપુરના પીઠડિયાના ચાવડા દક્ષાબેન મનસુખભાઈને . ૫૦૦૦, નવા ગામ આણંદપરના લાલુકિયા નીતિનભાઇ ગોવિંદભાઇને . ૫૮૨૧, માધાપરના ગીતા બા શૈલેન્દ્રસિંહ જાડેજાને . ૮૪૪૬, મેટોડાના જગદીશભાઈ વલ્લ ભભાઈ ગોડેશ્વરને . ૧૦૦૦, બેડીના નયના બા સતુભા ઝાલાને . ૫૩૮૩, ગાંધીગ્રામ રાજકોટના કારિયા કેતન દયાળજીને . ૧૦૦૦, વેરાવળના મહેતા તેજસભાઇ દિનેશભાઇને . ૭૫૦ અને કુવાડવાના સોઢા રમેશભાઈ સામતભાઇને . ૧૪૫૦નો દડં ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી જિલ્લ ા તંત્રનો મુખ્ય હેતુ નિયમોના પાલનને પ્રોત્સાહન આપવાનો અને ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવાનો છે. સંબંધિત પરવાનેદારોને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા અને ભાવિમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન કરવા તાકીદ કરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application