BREAKING NEWS

સ્વામીનારાયણ ચોક પાસે મકાનમાં આગ લાગી: ઘરવખરી બળીને ખાખ

  • November 19, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોક પાસે આવેલા મકાનમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. આગની ઘટનાની જાણ થતા મવડી ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ એક મિનિ ફાયર ફાઈટર સાથે અહીં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાં એલપીજી ગેસ સિલિન્ડર લીકેજ થવાથી આગ લાગી હોવાની શંકા સેવાઇ રહી છે. આગની આ ઘટનામાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નથી.


આગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કૃષ્ણનગર મેઇન રોડ પર સ્વામિનારાયણ ચોક પાસે ફરસાણની દુકાનવાળી બંધ શેરીમાં આવેલા શૈલેષભાઈ ભાણજીભાઈ ચાવડીયાના મકાનમાં આજરોજ સવારના સુમારે આગ ભભૂકી ઊઠી હતી. જેથી તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મવડી ફાયર સ્ટેશનથી મીની ફાયર ફાઈટર સાથે ફાયરનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.


આગની આ ઘટનામાં ઘરમાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ હતી જોકે સદભાગ્યે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. ઘરમાં રહેલુ એલપીજી સિલિન્ડર લીક થવાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે આગ કયાં કારણસર લાગી હતી તેનું સચોટ કારણ અને આગમાં થયેલી નુકસાનીનો આંકડો જાણી શકાયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application