પોરબંદર જીલ્લાના માધવપુર અને રાતિયા ગામે જુગાર રમતા પાંચ જુગારીઓને પોલીસે પકડી પાડ્યા છે,જ્યારે ચાર જુગારીઓ નાસી છુટયા છે.
માધવપુરમાં દરોડો
માધવપુર એસ.ટી. પ્લોટ વિસ્તાર પાણીના ટાંકાની નીચે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વાળી પૈસા પાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આધારે માધવપુર એસ.ટી. પ્લોટ વિસ્તાર પાણીના ટાંકાની નીચે રેઇડ કરતા,જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા કુલ સાત ઇસમોમાંથી ત્રણ ઇસમોને કુલ રોકડ .૧૦૯૦૦ ના મુદામાલ સાથે મળી આવતા તમામ સામે જુ.ધા. કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.રાજુ રામશીભાઇ કરગટીયા (ઉ.વ.૪૦), પરબતભાઇ ચનાભાઇ મોકરીયા (ઉ.વ.૪૨),પ્રવિણ નગીનભાઇ વાજા (ઉ.વ.૨૨),ને પકડી પાડ્યા છે,જ્યારે માધવપુરના ગાંગા મસરીભાઇ માવદિયા, ભરત કેશવભાઇ મોકરીયા, દેવરાજ લીલાભાઇ વાજા,હર્ષદ કેશવભાઇ મોકરીયા નાસી ગયા છે.
રાતિયા ગામે દરોડો
રાતિયા ગામે સ્મશાન પાસે બાવળની જાળીમાં જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ગંજીપત્તાના પાના નંગ-૫૨ તથા રોકડા .૧૮,૮૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી માધવપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.રાતિયા ગામે શંકરના મંદિર પાસે રહેતો ઉકાભાઇ વજશીભાઇ ઓડેદરા (ઉ.વ.૫૮),ઊંટડા ગામે દલિતવાસમાં રહેતા ભુપત ગીગાભાઇ વાઘેલા (ઉ.વ.૪૦) ને પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech