ભારતમાં તહેવારોની મોસમ આવી રહી છે અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સે ફ્લિપકાર્ટે ફેસ્ટિવ ધમાકા સેલ 2025ની જાહેરાત કરી છે. આ સેલમાં આઈફોન 16 સિરીઝ પર ખાસ ડિસ્કાઉન્ટ, બેંક ઑફર્સ, એક્સચેન્જ બોનસ અને કેશબેક આપવામાં આવશે.આઈફોન 16, આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સ પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળવાની તૈયારી છે. ફ્લિપકાર્ટ દ્વારા પોતે જ તેની વેબસાઇટ પર આ ડીલ્સ જાહેર કરવામાં આવી છે.
આઈફોન 16 પર ભારે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના દિવાળી ધમાકા સેલ દરમિયાન આઈફઓન 16 મોડેલ રૂ,56,999ની શરૂઆતની કિંમતે વેચવામાં આવશે. 128જીબી મોડેલ એપલ ઈન્ડિયા વેબસાઇટ પર રૂ.69,900માં સૂચિબદ્ધ છે. નોંધનીય છે કે ભારતમાં તેના લોન્ચ સમયે, તેની કિંમત રૂ.79,900 હતી, એટલે કે ફોન સેલ દરમિયાન તેની લોન્ચ કિંમત કરતા રૂ.22,901 ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.
આઈફોન 16ની વિશેષતાઓ
આ ફોનમાં 6.1-ઇંચનો સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે ઉત્તમ બ્રાઇટનેસ અને કલર ક્વોલિટી આપે છે. તેના પાછળના પેનલમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 48એમપી પ્રાઇમરી કેમેરા અને 12એમપી અલ્ટ્રા-વાઇડ કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12એમપી ફ્રન્ટ કેમેરા છે. પ્રદર્શનની દ્રષ્ટિએ, આ સ્માર્ટફોન એપલના નવીનતમ એ18 બાયોનિક ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે તેને ઝડપી અને સરળ બનાવે છે.
આઈફોન 16 પ્રો ખૂબ જ આકર્ષક કિંમતે
ફ્લિપકાર્ટના દિવાળી ધમાકા સેલ દરમિયાન, આઈફોન 16 પ્રો ફક્ત રૂ.85,999ની શરૂઆતની કિંમતે ખરીદી શકાય છે. એ નોંધનીય છે કે એપલે તેની એપલ ઇન્ડિયા વેબસાઇટ પરથી આ મોડેલને દૂર કરી દીધું છે. ભારતમાં લોન્ચ સમયે, આ મોડેલની કિંમત રૂ.1,19,900 હતી. આનો અર્થ એ થયો કે સેલ ઓફર હેઠળ, આ ફોન તેની લોન્ચ કિંમત કરતાં લગભગ રૂ.33,901 ઓછી કિંમતે મળશે.
આઈફોન 16 પ્રોની વિશેષતાઓ
આ ફોનમાં 6.3-ઇંચનો સુપર રેટિના XDR ડિસ્પ્લે છે, જે અત્યંત શાર્પ અને તેજસ્વી દ્રશ્યો પ્રદાન કરે છે. કેમેરા સેટઅપમાં 48એમપી પ્રાઇમરી લેન્સ, 48એમપી ટેલિફોટો/અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 12એમપી સેન્સર સાથે ટ્રિપલ રીઅર કેમેરાનો સમાવેશ થાય છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 12એમપી ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. પાવરફુલ પર્ફોર્મન્સ એપલનું નવીનતમ એ18 પ્રો બાયોનિક ચિપસેટ છે, જે ફોનને અત્યંત ઝડપી, સરળ અને પાવર-કાર્યક્ષમ બનાવે છે.
આઈફોન 16 પ્રો મેક્સ પર શાનદાર ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના દિવાળી ધમાકા સેલ દરમિયાન આઈફોન 16 પ્રો મેકસ ફક્ત રૂ.1,04,999માં ખરીદી શકાય છે. ભારતમાં લોન્ચ સમયે, 256જીબી મોડેલની કિંમત રૂ.1,44,900 હતી. આનો અર્થ એ છે કે ખરીદદારો વેચાણ દરમિયાન આ પ્રીમિયમ આઈફોન પર રૂ.39,901 સુધીની બચત કરશે.
એશિયાટિક સિંહનું હબ ગણાતું સાસણગીર આ વર્ષે નવ દિવસ વહેલું 16ને બદલે 7 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે, નાયબ વન સંરક્ષક ડો.મોહન રામની સત્તાવાર જાહેરાત