લઘુતમ તાપમાનમાં અને ઠંડીના પ્રમાણમાં સામાન્ય વધઘટનો સિલસિલો ચાલુ છે. મોડી સાંજથી સવાર સુધી ઠંડીનો ચમકારો અનુભવાય છે અને સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ઠંડી વધુ લાગે છે. ભેજના પ્રમાણમાં આજે એકાએક વધારો થયો છે અને દમણ પોરબંદર વડોદરા, સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે ધુમ્મસ જોવા મળ્યું હતું. આ શહેરોમાં ભેજનું પ્રમાણ 83 થી 93% રહેવા પામ્યું હતું.
સૂર્યનારાયણના દર્શન થતા ની સાથે જ ઉનાળા જેવી ગરમી શરૂ થઈ જાય છે રાજકોટ સહિત રાજ્યના ૧૯ શહેરોમાં મહત્તમ તાપમાન રવિવારે 30 થી 33.7 ડીગ્રી રહેવા પામ્યું હતું. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું મહત્તમ તાપમાન રાજકોટમાં 33.7 ડીગ્રી નોંધાયું હતું.
એકમાત્ર ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડીઝીટ માં છે ગિરનાર પર્વત પર આજે સવારે લઘુતમ તાપમાન 7.9 ડિગ્રી નોંધાયું હતું .ભવનાથ તળેટીમાં 10.9 અને જુનાગઢ શહેરમાં ૧૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે.
રાજ્યના અન્ય શહેરોના લઘુતમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 11.6 ડીસામાં 14.6 કંડલામાં 16.6 ભુજમાં 15.8 અમરેલીમાં 13 ભાવનગરમાં 18 ગાંધીનગરમાં 15.5 પોરબંદરમાં 14.3 સુરતમાં 19.1 રાજકોટમાં 13.2 વેરાવળમાં 18.8 અમદાવાદમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહેવા પામ્યું હતું.
બીજી બાજુ અમદાવાદ વડોદરા ભાવનગર ભુજ ડીસા ગાંધીનગર નલિયા કંડલા પોરબંદર રાજકોટ સુરત વેરાવળ દમણ ડાંગ દીવ દ્વારકા માં મહત્તમ તાપમાન નો પારો ગઈકાલે 30થી 33.7 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો. વડોદરા સુરત અને પોરબંદરમાં આજે સવારે ભેજનું પ્રમાણ 83% અને દમણમાં 93% નોંધાયું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોર્થ વેસ્ટ ના રાજ્યોમાં થવાની શક્યતા છે.