ભેળસેળયુક્ત, વાસી તેમજ અખાદ્ય પદાર્થો અંગે શહેરભરમાં ફૂડ ચેકીંગ ડ્રાઇવ ચાલી રહી છે જે અંતર્ગત હવે હોટલો અને રેસ્ટોરન્ટમાં ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા ચેકીંગ શરૂ કરાયું છે.
મ્યુનિ.સૂત્રોના જણાવ્યા મુજબ, ફૂડ બ્રાન્ચ દ્વારા કુલ ૩૪ પેઢીઓમાં ફુડ ચેકીંગના હેતુથી સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં (૧) ઝીલ પીઝા બફેટ, મોટા મવા, ધરમસી કોરાટ રોડ પાસે, કાલાવડ રોડ (૨) પંકજ ઇન્ટરનેશનલ પ્રા.લી (ધ ગ્રાન્ડ રેજન્સી): કાંતા વિકાસ ગૃહ ચોક પાસે, ઢેબર રોડ (૩) તેજશ્રી રેસ્ટરો એલએલપી (સર્વસ્યમ), મોટા મવા, ધરમસી કોરાટ રોડ પાસે, કાલાવડ રોડ (૪) ગુરુકૃપા મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટ (કાઠિયાવાડી જલ્સા) મોટા મવા, ધરમસી કોરાટ રોડ પાસે, કાલાવડ રોડ (૫) મહાદેવ પ્રોવિઝન સ્ટોર: વિનાયક વાટિકા, માધાપર ચોકડી (૬) વરીયા ફરસાણ: વિનાયક વાટિકા માધાપર ચોકડી (૭) ભવાની પ્રોવિઝન સ્ટોર, વિનાયક વાટિકા માધાપર ચોકડી (૮) ઓમ ડેરી, વિનાયક વાટીકા માધાપર ચોકડી (૯) મઢુલી પાન, શેઠનગર માધાપર ચોકડી (૧૦) જોકર ગાંઠિયા, શેઠ નગર, માધાપર ચોકડી (૧૧) ભગવતી પ્રોવિઝન સ્ટોર, શેઠ નગર માધાપર ચોકડી
(૧૨) શ્રીરામ ખમણ હાઉસ શેઠ નગર માધાપર ચોકડી (૧૩) ક્રિષ્ના બેકરી, શેઠ નગર, માધાપર ચોકડી (૧૪) શ્રી પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટ: પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ પાસે, રૈયા રોડ
(૧૫) સંગીતા રેસ્ટોરન્ટ, ગોંડલ રોડ જકાતનાકા પાસે (૧૬) સૂર્યકાંત હોટલ, લોધાવાડ ચોક પાસે, ગોંડલ રોડ (૧૭) રાજ ફાસ્ટ ફૂડ, અજંતા કોમ્પલેક્સ, ગોંડલ રોડ (૧૮) દ્વારકેશ એન્ટરપ્રાઇઝ, પીઝા ગેલેરીયા, વેસ્ટ ગેટ પ્લસ, ૧૫૦ ફૂટ રિંગ રોડ (૧૯) રીયલ અર્બન ડેક ધ રેસ્ટોર કાફે, કાલાવડ રોડ (૨૦) ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્તિનગર સર્કલ (૨૧) ગોરધનભાઈ ગોવિંદભાઈ ચેવડાવાળા, ભક્તિનગર સર્કલ
(૨૨) અંકુર ખમણ હાઉસ, જલારામ ચોક પાસે, ભક્તિનગર સર્કલ (૨૩) મહેશ ડેરી ફાર્મ, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ (૨૪) રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ
(૨૫) રાધેકૃષ્ણ ફરસાણ, ગાયત્રીનગર મેઇન રોડ (૨૬) ઉમિયા ફરસાણ, ઑમ હોસ્પિટલ સામે, ગાયત્રીનગર મેઇન રોડ (૨૭) બાલાજી ફરસાણ; ગાયત્રીનગર મેઇન રોડ (૨૮) જય ચામુંડા નમકીન, ગાયત્રી નગર મેઇન રોડ (૨૯)
સોમનાથ નમકીન, ગાયત્રી નગર મેઇન રોડ (૩૦) તુલસી ડેરી ફાર્મ, ત્રિશુલ ચોક પાસે, સહકાર રોડ (૩૧) રઘુવંશી જનતા તાવડો, ભક્તિ હૉલ પાસે, સહકાર રોડ (૩૨) જય સીયારામ ફરસાણ, ભક્તિ હૉલ સામે, સહકાર રોડ (૩૩) વૃંદાવન ડેરી ફાર્મ, ભક્તિ હૉલ સામે, સહકાર રોડ (૩૪) મહાવીર નમકીન ભક્તિ હૉલ સામે, સહકાર રોડ સહિતનો સમાવેશ થાય છે. આ ૩૪ સ્થળે તપાસ કરાયાનું જાહેર કરાયું છે, જો કે અહીંથી કંઈ વાંધાજનક કે ભેળસેળયુક્ત મળ્યું કે કેમ ? તે અંગેની કોઇ વિગતો જાહેર કરાઇ નથી !
વાસી નૂડલ્સ, ચીઝ, પનીરનો નાશ
જીજે-૩ ફેન્સી ઢોસા એન્ડ ચાઇનીઝ, શીવ પાર્ક, અલય ગાર્ડન સામે, વાવડી ખાતેથી ૧૮ કિલો વાસી સબ્જી, નૂડલ્સ, ચીઝ,પનીરનો નાશ કરી રૂ.પાંચ હજારનો દંડ વસુલ કર્યો હતો.
એક્સપાયરી ડેટ વિતાવેલ જથ્થો મળ્યો
સબરસ રેસ્ટોરન્ટ, માલધારી ફાટક પાસે, નવો ઢેબર રોડ ખાતેથી નવ કિલો એક્સપાયર ડેટ વીતેલ ખાદ્યચીજનો નાશ કરી રૂ.૫૦૦નો દંડ વસુલ કર્યો હતો.
ત્રણ પેઢીને ફૂડ લાયસન્સ અંગે નોટીસ
(૧) શ્રીજી રેસ્ટોરન્ટ, વાવડી ફાલ્કન રોડ (૨) બજરંગ વડાપાઉ, ગીરીરાજ નગર, ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.૨, રૈયા રોડ અને (૩) જય બાલાજી નમકીન એન્ડ સ્વીટ, વિજય પ્લોટ શેરી નં.૧૦, ગોંડલ રોડને ફૂડ લાયસન્સ બાબતે નોટીસ ફટકારી હતી.
અહીંથી ફરાળી પેટીસના સેમ્પલ લેવાયા
(૧) લક્ષ્મી ફરસાણ માર્ટ જકાતનકા સામે, મોરબી રોડ (૨) સિદ્ધિ વડાપાઉં એન્ડ સમોસા, જવાહર સ્કૂલ સામે,પેડક રોડ (૩) જય સીયારામ ફરસાણ, સહકાર રોડ (૪) જય જલારામ ફરસાણ,વાણિયાવાડી (૫) જલિયાણ ફરસાણ, ગાયત્રી નગર મેઇન રોડ
(૬) જય રામાપીર પેટીસ, ગાયત્રી નગર મેઇન રોડ (૭) ધારેશ્વર ફરસાણ,ભક્તિનગર સર્કલ