રાજકોટ શહેરની અમુક હોસ્ટેલ્સમાં હલકી ગુણવત્તાનું ફૂડ પીરસવામાં આવતું હોવાની તેમજ ફૂડમાં જીવાત નિકળ્યાની વિગેરે ફરિયાદો અને તેમજ તે અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ મળ્યા બાદ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પીજી હોસ્ટેલ્સ, જ્ઞાતિ-સમાજના છાત્રાલયો તેમજ કોલેજ કેન્ટીન્સમાં ફૂડ ચેકિંગ હાથ ધરીને ધડાધડ નોટિસો ફટકારવામાં આવી હતી તેમ અખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો સ્થળ ઉપર જ નાશ કરી દંડની વસૂલાત કરાઇ હતી.
વિશેષમાં મ્યુનિ.અધિકારીઓના જણાવ્યા અનુસાર નીચે મુજબના ૧૮ સ્થળોએ ચેકિંગ કરાયું હતું.
૧.લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલ, રામપાર્ક, આત્મીય કોલેજ પાસે ખાતેથી પડતર-વાસી અખાદ્ય ઘઉંનો નાશ કરી ફૂડ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૨.ફેનોલ ઇન્સ્ટિટયૂટ, જ્યોતિનગર મેઇન રોડ, ક્રિસ્ટલ મોલની બાજુમાં ખાતેથી ૨૦ કિલો એક્સપાયરી ડેટ વિતાવી ચૂકેલા પોપકોર્નના પેકેટનો નાશ કરેલ તેમજ ફૂડ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૩.વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલ, રામપાર્ક મેઇન રોડ, આત્મીય કોલેજ પાસે ખાતેથી પાંચ કિલો સડેલા બટેટાનો નાશ કરી ફૂડ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૪.પ્રેમ કેટરર્સ (મહિલા કોલેજ કેન્ટીન), મહિલા કોલેજ, કાલાવડ રોડ ખાતે અંદાજીત ૨૦ કિલો પડતર-વાસી અખાદ્ય ચીજનો નાશ કરેલ તેમજ ફૂડ લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.ત્રણ હજારનો દંડ વસુલ
૫. ફિલ્ડ માર્શલ એન્ડ ગોવાણી કન્યા છાત્રાલય, લીંબુડીવાડી મેઈન રોડ, કાલાવડ રોડને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસૂલ.
૬.કૃષ્ણમ પી.જી. હોસ્ટેલ, સત્યસાંઈ મેઈન રોડ, શિવમપાર્ક-૧ કોર્નરને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૭.શિવમ હોસ્ટેલ, ગાયત્રી બસ સ્ટોપ પાછળ, આત્મીય કોલેજ સામે, કાલાવાડ રોડને હાઈજેનિક કન્ડિશન તથા લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ ₹1000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૮.માધવ બોયઝ હોસ્ટેલ, લક્ષ્મીનગર-૨, નાના મવા રોડને હાઈજેનિક કન્ડિશન તેમજ ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૯. ફોર્ચ્યુન ગર્લ્સ હોસ્ટેલ અતિથિ ચોક પાસે, પંચવટી મેઇન રોડને લાઇસન્સ તથા સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૧૦.અમૃત કન્યા છાત્રાલય, અતિથિ ચોક પાસે, પ્રાઈમ હોસ્પિટલની બાજુમાં, પંચવટી મેઇન રોડને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૧૧.આરસીપી હોસ્ટેલ, સ્કાયપાર્ક, બેડી ચોકડી પાસે, મોરબી રોડને હાઈજેનિક કન્ડિશન તથા ફૂડ લાઇસન્સ અંગે નોટિસ ફટકારી રૂ.એક હજારનો દંડ વસુલ
૧૨.જય રેસીડેન્સી બોયઝ હોસ્ટેલ, સર્વોદય સોસાયટી, કાલાવાડ રોડને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસુલ
૧૩.હરભમજીરાજ ગરાસીયા બોર્ડિંગ: રાજપૂતપરા ૫/૬, બસપોર્ટ પાસેને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ ફટકારી રૂ.૫૦૦નો દંડ વસુલ
૧૪.રાયકા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્ટેલ, જલા સાંઇ પાર્ક-૨, બેડી ચોકડી પાસે, મોરબી રોડને હાઈજેનિક કન્ડિશન તથા ફૂડ લાઇસન્સ અંગે નોટિસ ફટકારી
૧૫. શ્રીજી બોયઝ હોસ્ટેલ, પારિજાત સોસાયટી, રુડા-૨ સામે, યુનિવર્સિટી રોડને ફૂડ લાઇસન્સ અંગે નોટિસ ફટકારી
૧૬.સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ કુમાર છાત્રાલય: સૂર્યનગર-૨, અતિથિ ચોક પાસે, પંચવટી મેઇન રોડને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ ફટકારી
૧૭.વનિતા વિશ્રામ છાત્રાલય: રજપુતપરા નજીક, જીમખાના ક્લબ સામે, ત્રિકોણ બાગ નજીક ખાતે ફ્ક્ત ચેકિંગ
૧૮.ઓમ બોયઝ હોસ્ટેલ એન્ડ પીજી, ઓમનગર પાર્ટ-૧ મેઇન રોડ, અમૃતધારા ડેરી રોડ,૧૫૦ ફૂટ રિંગ રોડ, મવડી ખાતે ફ્ક્ત ચેકિંગ