રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી સરકારી, વિવિધ સમાજની ટ્રસ્ટની બોર્ડિંગ તેમજ ખાનગી અને પીજી હોસ્ટેલ્સના કિચનમાં ફૂડ ચેકીંગ કરાયું હતું. જ્યાં આગળ કંઈ વાંધાજનક મળ્યું ત્યાં નોટિસ ફટકારાઇ દંડ વસૂલાત કરાઇ હતી તેમજ અમુક હોસ્ટેલમાંથી સેમ્પલ પણ લેવાયા હતા. ફૂડ શાખાએ જાહેર કરેલી વિગતો મુજબ નીચે મુજબના સ્થળોએ ચેકીંગ કરાયું હતું.
૧.સમરસ કુમાર છાત્રાલય (યુવરાજ કેટરર્સ): યુનિવર્સિટી રોડ, ગંગોત્રી પાર્ક, રાજકોટ પેઢીને નોટિસ આપેલ તેમજ મગનું શાક, રાઈસ, બટેટાની સબ્જી, દાળ સહિત ચાર સેમ્પલ લેવાયા.
૨.લોંજ બોયઝ હોસ્ટેલ: સૂર્યોદય સોસાયટી, શેરી નં.૩, પ્લોટ નં.૩૫, કાલાવડ રોડને નોટિસ ફટકારી બેસન, મેંદાનો લોટ, ઘઉંનો લોટ સહિતના સેમ્પલ લેવાયા
૩. સ્વામિનારાયણ ગુરુકુળ: ઢેબર રોડથી મરચું પાવડર, હળદર પાવડર સહિતના કુલ બે નમૂના લેવામાં આવેલ.
૪.ગેલેક્સી હોસ્ટેલ: મનહર પ્લોટ, મંગળા મેઈન રોડ, પ્રગતિ હોસ્પિટલ પાસે, વિરાણી ચોકથી મરચું પાવડર અને નાયલોન સેવના કુલ બે નમૂના લેવામાં આવેલ.
૫.ક્યુઝીન પ્રાઇવેટ લિમિટેડ (સરાઝા): કોસ્મોપ્લેક્સ સામે, કાલાવડ રોડને હાયજેનિક કન્ડિશન બાબતે નોટીસ ફટકારી રૂ.૧૦૦૦નો દંડ વસૂલ
૬.યુવરાજ કેટરીંગ: સમરસ હોસ્ટેલ, ગંગોત્રી પાર્ક, યુનિવર્સિટી મેઇન રોડને હાયજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ ફટકારી ત્રણ હજારનો દંડ વસુલ
૭.પેરેન્ટ્સ હોસ્ટેલ: પરિવાર પાર્ક ચોક, આર્ય સમાજ પાસે, માયાણી ચોકથી આગળ, રાજકોટ હાયજેનિક કન્ડિશન બાબતે નોટીસ આપેલ તેમજ ૫૦૦ રૂપિયા વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૮.શિવ બોયઝ હોસ્ટેલ: કિંગ્સ લેન્ડ સામે, માયાણીચોક થી આગળ, રાજકોટ પેઢી પાસેથી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૯.માધવ પી.જી. હોસ્ટેલ, વાત્સલ્ય હોસ્પિટલ પાસે, કિંગ્સ ફ્લેટ સામે, માયાણીચોકથી આગળ, રાજકોટ પેઢી પાસેથી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૧૦.જય રેસીડેન્સી હોસ્ટેલ: સત્યસાંઇ રોડ, આત્મીય કોલેજ પાછળ, રાજકોટ પેઢી પાસેથી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૧૧.શ્રીજી ગર્લ્સ હોસ્ટેલ: કેન્દ્રીય વિદ્યાલય પાછળ, સ્વિમિંગ પૂલ સામે, રામપાર્ક મેઇન રોડ, રાજકોટ પેઢી પાસેથી રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
૧૧.કડવીબાઈ વિરાણી કન્યા છાત્રાલય: ઢેબર રોડ, રાજકોટ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ.
૧૨.કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ: ભક્તિનગર, ઢેબર રોડ, રાજકોટ પેઢીને હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ.
૧૩.રાજકુમાર કોલેજ, ડોક્ટર રાધાકૃષ્ણ રોડ, કાઠીયાવાડ જીમખાનાની સામે, રાજકોટ ખાતે ફૂડ ચેકીંગ કર્યું હતું.
૧૪.પટેલ કન્યા કેળવણી: કુમાર હાઉસ, પારિજાત સોસાયટી, રાધે હૉલ પાસે, રાજકોટ ખાતે ફૂડ ચેકીંગ કર્યું હતું.
૧૫. ગેલેક્સી એલિજન્સ હોસ્ટેલ: પટેલ કોલોની, આર્ય સમાજ ચોક, માયાણી આર. એમ. સી. ક્વાર્ટર સામે, નાના મવા રોડ ખાતે ફૂડ ચેકીંગ કર્યું હતું.
૧૬.કીર્તિ ગર્લ્સ હોસ્ટેલ: રવિરત્ન પાર્ક મેઇન રોડ, સોમેશ્વર મંદિર પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ફૂડ ચેકીંગ કર્યું હતું.
૧૭.શ્રી રાજકોટ લોહાણા બોર્ડિંગ હાઉસ ૮,રજપુત પરા, એસટી બસ સ્ટેશન સામે ખાતે ફૂડ ચેકીંગ કર્યું હતું.
૧૮.કુવરજી મૂળજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત (સૌરાષ્ટ્ર પટેલ આશ્રમ): વિદ્યાનગર મેઇન રોડ, વિરાણી ચોક સામે, રાજકોટ ખાતે ફૂડ ચેકીંગ કર્યું હતું.
પુષ્કરધામ રોડ ઉપરની દુકાનમાં ૬૦ કિલો વાસી ખાજલી મળી
બહુચરાજી સ્વીટ નમકીન એન્ડ બેકરીમાં શિવ શક્તિ કોલોની, બ્લોક નં.૧૨૮, પુષ્કરધામ મેઇન રોડ, યુનિવર્સિટી રોડ, રાજકોટ પેઢીને હાયજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા ઉત્પાદનની તારીખ વગરની ખોરી થયેલ ખાજલી કુલ ૬૦ કિલો જથ્થો નાશ કરી રૂ.એક હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરેલ.