રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનો તેમજ હોટલ રેસ્ટોરન્ટમાં ત્રાટકી હતી અને કુલ ૩૫ કિલો વાસી જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો તેમજ જ્યાંથી વાસી ખાદ્ય પદાર્થો મળ્યા તેને નોટિસો ફટકારી હતી.
ભોમેશ્વર મેઇન રોડ ઉપર ભોમેશ્વર મંદિર સામે આવેલ બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી લચ્છીની બોટલ તથા પાઈનેપલ સરબત મળીને કુલ ૮૦ નંગ બોટલ અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
એરપોર્ટ રોડ ઉપર આવેલ સીમરન દી બલ્લે બલ્લે રેસ્ટોરેન્ટ પેઢીની તપાસ કરતા સ્થળ ઉપર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય મંચુરિયન, બાંધેલો લોટ તથા સબ્જી વગેરે મળીને કુલ ૨૩ કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ભગવતીપરા મેઇન રોડ ઉપર આવેલ ગોશિયા કેટરર્સ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ અંદાજીત કુલ ૭ કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
મવડી, ખોડલ ચોક, નંદનવન -૩ સામે આવેલ મિલન ખમણ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ રાંધેલા પાત્રા તથા કાપેલા મરચાં પડતર વાસી થયેલ મળી આવતા કુલ મળીને પાંચ કિ.ગ્રા. અખાદ્ય જથ્થોનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી
જ્યારે પુષ્કરધામ રોડથી આકાશવાણી ચોક -યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૩૮ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૮ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સુચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી જેમાં ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (૧) મહાદેવ એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૨)રિયલ સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૩)ઉમા કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૪)ક્રિષ્ના પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૫)શ્યામ સુંદર પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૬)જોગમાયા ટી સ્ટોલ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૭)રવિ મદ્રાસ કાફે -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (૮)બિપિન રેસ્ટોરન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા (૯)ઓશો મેડિસિન્સ (૧૦)શ્રી આઇસ્ક્રીમ પાર્લર (૧૧) બાલાજી મેડિકલ (૧૨)ગિરિરાજ એજન્સી (૧૩) શુભમ પ્રોવિઝન સ્ટોર (૧૪)અનુજ અમુલ પાર્લર (૧૫) ખોડિયાર ડેરી ફાર્મ (૧૬) અનામ ઘૂઘરા (૧૭) જશોદા ડેરી ફાર્મ (૧૮) ગાંધી સોડા શોપ (૧૯) બેસ્ટ બેકરી (૨૦) અતુલ બેકરી (૨૧) બર્ગર ભાઉ (૨૨) હરભોલે ફરસાણ (૨૩) જલારામ અલ્પાહાર (૨૪) જોગમાયા રેસ્ટોરેન્ટ (૨૫) ટ્વિલાઇટ સોડા શોપ (૨૬) જયશંકર દાળ પકવાન (૨૭) હરિકૃષ્ણ દાળ પકવાન (૨૮) રાકેશ સેલ્સ એજન્સી (૨૯) જય અંબે ગાંઠિયા (૩૦) શ્રી ગણેશ ખમણ (૩૧) જલારામ ખમણ (૩૨) નાસ્તા ઘર (૩૩) ગોલીવાલા સોડા શોપ (૩૪) મહાદેવ દેશી વઘાર (૩૫) ભાગ્યોદય ગાંઠિયા (૩૬) જય બજરંગ ડીલક્સ રેસ્ટોરેન્ટ (૩૭) રામ વિજય ડેરી ફાર્મ (૩૮) સનરાઇઝ પ્રોવિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી.
આઇસ્ક્રીમના છ સેમ્પલ લેવાયા
(1) ચોકલેટ ચીપ્સ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, બેકબોન રેસિડેન્સી, શિવ રંજની પાર્ક, માધાપર ચોકડી પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ
(2) લેમન ગ્રાસ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- આશુતોષ કોઠી આઇસ્ક્રીમ, બેકબોન રેસિડેન્સી, શિવ રંજની પાર્ક, માધાપર ચોકડી પાસે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ
(3) રેડ વેલ્વેટ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- ફેવરીટ આઇસ્ક્રીમ, 1-ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ
(4) માવા મલાઈ કેન્ડી (લુઝ): સ્થળ- ફેવરીટ આઇસ્ક્રીમ, 1-ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ
(5) વેનીલા ફ્લેવર્ડ આઇસ્ક્રીમ (લુઝ): સ્થળ- સર્યુ મિલ્ક પ્રોડકટ્સ (ઉત્પાદક પેઢી), ગેલેક્સી પાર્ક-2, કિંગ્સ ક્રાફ્ટ્સ હોટલ પાસે, કાલાવડ રોડ, મોટા મવા, રાજકોટ
(6) JOETY ICECREAM PUNJABI KULFI (FROM 10ML PKD) : સ્થળ- સર્યુ મિલ્ક પ્રોડકટ્સ (ઉત્પાદક પેઢી), ગેલેક્સી પાર્ક -2, કિંગ્સ ક્રાફ્ટ્સ હોટલ પાસે, કાલાવડ રોડ, મોટા મવા, રાજકોટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરશિયાએ યુક્રેનને આપ્યો મોટો ઝટકો, સરહદને અડીને આવેલા 4 ગામ પર કર્યો કબજો
May 27, 2025 08:38 PMપાટણમાં હૃદયદ્રાવક ઘટના: કપડાં ધોવા ગયેલી બે માસૂમ બાળકીઓ તળાવમાં ડૂબી જતાં મોત
May 27, 2025 07:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech