BREAKING NEWS

પહેલી વાર કોઈ ભારતીય ટેસ્ટ પાઇલટને આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું

  • May 19, 2026 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાયુસેનાના વિંગ કમાન્ડર રાજીવ કોઠિયાલ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારા પ્રથમ ભારતીય ટેસ્ટ પાઇલટ છે. ઓક્ટોબર 2001માં યુએસ સ્થિત સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ ટેસ્ટ પાઇલોટ્સ (SETP) દ્વારા તેમને પ્રતિષ્ઠિત ઇવેન સી. કિન્ચેલો ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

આ એવોર્ડ તેમને ભારતના પ્રથમ સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ, લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસના ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન એરક્રાફ્ટ (TD-1)ની સફળ પ્રથમ ઉડાન અને ઉત્કૃષ્ટ વ્યાવસાયિક સિદ્ધિ માટે આપવામાં આવ્યો હતો.


આ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારા દિગ્ગજોની યાદીમાં નીલ આર્મસ્ટ્રોંગ (૧૯૭૦) અને ચક યેગર જેવા વિશ્વ વિખ્યાત પાઇલટ્સનો સમાવેશ થાય છે, ત્યારબાદ રાજીવ કોઠિયાલનું નામ પણ આ વિશિષ્ટ ક્લબમાં ઉમેરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application