મોરબીમાં આવેલ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફીસના શટરના તાળા ખોલી અજાણ્યા ઇસમેં ઓફિસમાં રહેલ તિજોરીમાંથી ૭ લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોધાયા બાદ એલસીબી ટીમે તપાસ દરમિયાન ચાર ઇસમોને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬)એ અજાણ્યા ઇસમ વિદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ લાઈટ માઈક્રો ફાયનાન્સ પ્રા. લી. કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે ઓફિસની તમામ ચાવીઓ જીતેન્દ્રસિંહ પાસે હોય છે શટર ખોલતા બધા બ્રાન્ચમાં ગયા હતા યાં સાંજે બધાએ કલેકશન કરીને પરત આવ્યા બાદ જય સોલંકી પાસે કલેકશનના પિયા જમા કરાવ્યા હતા ફરિયાદી અને બ્રાંચ ઓફિસર જયભાઈ સોલંકીએ આગલા દિવસ કલેકશન થયેલ પિયા મળીને રોકડ ૭,૦૧,૫૦૦ ગણતરી કરીને ઓફિસની તિજોરીમાં મુકયા હતા
બાદમાં ઓફિસે આવતા શટરનો દરવાજો ખોલવા જતા તાળું ખુલ્લ ું હતું અને શટર કોલીને અંદર તિજોરી પાસે જોતા તિજોરી લોક જોવામાં આવ્યો નહિ અને રોકડા ૭,૦૧,૫૦૦ જોવા મળ્યા ના હતા ઓફીસના સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રીના ૧૦ : ૩૦ કલાકે એક વ્યકિત મોઢે માલ બાંધી માથે ટોપી પહેરી ઓફિસમાં પ્રવેશ કરી રોકડ લઇ જતો જોવા મળ્યો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
જે ચોરીની તપાસમાં મોરબી એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમ ચલાવી રહી હોય દરમિયાન એલસીબી ટીમ સીસીટીવી ચેક કરતા એક મોટર સાઈકલ ડબલ સવારી શંકાસ્પદ લાગતા નવલખી રોડ પર રેલ્વે રેલ્વે સ્ટેશન પાસે મોટર સાઈકલ નીકળતા ચેક કરતા રોકડ પિયા, મોબાઈલ અને ચાવી નગં ૫ મળી આવતા વધુ પુછપરછ તેઓએ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી તેમજ અન્ય બે ઇસમો પણ ત્યાં જ ઉભા હોવાની કબુલાત આપતા ચારેય ઇસમ મયુર ઈશ્વર કોટવાલ અને વણ મનસુખ ડોડીયા રહે–દરબાર ગઢ નાગનાથ શેરી મોરબી અને જય ઉર્ફે શની પ્રવીણ સોલંકી રહે મહેન્દ્રનગર તો અભિષેક કિશોરભાઈ દેવમુરારીને રોકડ રકમ .૭,૦૧,૫૦૦, મોબાઈલ ફોન નગં ૪ કીમત .૬૦,૦૦૦, હોન્ડા સાઈન કીમત .૪૦,૦૦૦, ટોપી નગં ૧ નંગ, માલ નગં ૧, કાળું કપડું નગં ૧ અને ચાવી નગં ૫ એમ કુલ મુદામાલ કીમત .૮,૦૧,૫૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો આરોપી જય સોલંકી અને અભિષેક દેવમુરારી બંને લાઈટ માઈક્રો ફાઈનાન્સ પેઢીમાં નોકરી કરતા હતા અને ઓફિસમાં રાખવામાં આવતી રોકડ રકમની માહિતી તથા ડુપ્લીકેટ ચાવીઓ બનાવી આરોપી મયુર કોટવાલ અને વણ ડોડીયા એ મોડી રાત્રીના ઓફીસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech