BREAKING NEWS

મોરબી–વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારનાં મોત

  • August 07, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી–વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યકિતના મોત થયા છે તમામ બનાવોની નોંધ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં મોરબીના વિસીપરા આંચ્કીની બીમારી હોય અને તા. ૦૫ ના રોજ સાંજે આચકી આવતા પડી જતા સારવાર માટે ખસેડાયા હતા સારવારમાં મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના કૃષ્ણનગર કોયલી ગામમાં રહેતા દિપીકાબેન સરદારભાઇ ભાભર (ઉ.વ.૨૫) નામની પરિણીતા પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું મૃતકનો લગાળો ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે ત્રીજા બનાવમાં થાન્ગાહના વતની હાલ વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામમાં રહીને મજુરી કરતા રવીનાબેન કિશનભાઈ માંધડ (ઉ.વ.૨૫) નામની પરિણીતાને પેશાબમાં લોહી આવતા પેટમાં દુખાવો થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી યાં ઇન્જેકશન અપાઈ બોટલ ચડાવતી વખતે આચકી ઉપડતા રાજકોટ હોસ્પિટલ સારવારમાં લઇ જતા મોત થયું હતું ચોથા બનાવમાં રાજકોટ રહેતા અમિતભાઈ રણજીતભાઈ રૂડાતલા (ઉ.વ.૨૯) નામના યુવાન વાંકાનેરના ગુંદાખડા ગામની સીમમાં રેતીના પ્લાન્ટ ખાતે ગાડી પર રેતીનું લેવલ કરતા હતા ત્યારે ઉપરથી પસાર થતા ઇલેકિટ્રક તારને માથું અડી જતા વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે તમામ બનાવોની નોંધ કરી તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application