ટ્રમ્પ્ના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લેવાનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ શંકાસ્પદ હુમલાઓ અને ફાયરિંગની ઘટનાઓ વધુને વધુ સામે આવી રહી છે અને તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. યુએસના વોશિંગ્ટન ડીસીમાં અજાણ્યા શકશે ફાયરીંગ કરી અનેકોને ઘાયલ કયર્િ હતા જેમાંથી 4ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે અને તેમની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. જો કે આ હુમલો કોણે અને શા માટે કર્યો તે હજુ સામે આવ્યું નથી.
અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઇમરજન્સી રિસ્પોન્સર્સ ઝડપથી ક્રાઇમ સાઇટ પર પહોંચ્યા હતા. અને આ ઘટનાની આસપાસના સંજોગોની સક્રિયપણે તપાસ કરી રહ્યા છે. રાત્રે 9 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ત્રણ પુરુષ અને એક મહિલા ઘાયલ થયા હતા.ઇજાગ્રસ્ત પીડિતોમાંથી બેને તાત્કાલિક તબીબી સેવાઓ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના બે કથિત પોતાની રીતે તબીબી સારવાર માટે પહોચી ગયાનું સુત્રો એ ઉમેર્યું હતું.પોલીસે પીડિતોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે હજુ સુધી પીડિતોની ઓળખ જાહેર કરી નથી. અને હુમલો શા માટે અને કોણે કર્યો તે સામે આવ્યું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાડીનાર ખાતે કોસ્ટ ગાર્ડ રિજન દ્વારા બેડમિન્ટન ચેમ્પિયનશિપ
May 02, 2025 10:44 AMસ્કાયપેની જગ્યા હવે 5મીથી ટીમ્સ લેશે
May 02, 2025 10:41 AMજન્મજાત મૂકબધિર બાળકી સાંભળતી થઈ, હવે બોલતી કરવાના પ્રયાસ ચાલુ
May 02, 2025 10:37 AMદ્વારકા જિલ્લા કેલકટર કચેરી ખાતે વર્ષાઋતુની પૂર્વ તૈયારી માટે સમીક્ષા બેઠક
May 02, 2025 10:37 AMએમ.એસ.એમ.ઇ.ને મજબુત બનાવવાના હેતુસર આયોજીત ગુણવત્તા યાત્રા દ્વારકા પહોંચી
May 02, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech